મુંબઈ: સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં રિયા ચક્રવર્તીને EDએ સોમવારે 10 કલાક પુછપરછ કરી હતી. આ સમગ્ર મામલે રિયાના ભાઈ શોવિક ચક્રવર્તી અને તેના પિતા સહિત સુશાંતની બિઝનેસ મેનેજર શ્રુતિ મોદી, સિદ્ધાર્થ પીઠાનીની પણ પુછપરછ કરવામાં આવી હતી. રિયા સુશાંત પાસેથી પૈસાને લઈને સવાલો પુછવામાં આવ્યા હતા. રિયાએ EDને પોતાનો ખર્ચો અને પ્રુફ આપવા માટે ડૉક્યુમેન્ટ પણ રજુ કર્યા હતા.
આ સમગ્ર ઘટનાને લઈ આશા છે કે, આજે પણ સુનાવણી થઈ શકે છે. તમને જણાવી દઈએ કે, સુશાંતના પિતા કે.કે. સિંહે પટનામાં ફરિયાદ નોંધાવી છે. જેને લઈ રિયાએ આ ફરિયાદને મુંબઈમાં ટ્રાન્સફર કરવાની માંગની અરજી દાખલ કરી હતી. જેના પર આજે સુનાવણી થશે. આજે થનારી સુનાવણી પહેલા રિયા ચક્રવર્તીએ સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી છે. જેમાં તેના પર થઈ રહેલા મીડિયા ટ્રાયલ પર રોક લગાવવાની માંગ કરવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટ નક્કી કરશે
આજની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટ નક્કી કરશે કે, સુશાંતસિંહ રાજપૂતના સમગ્ર મામલે તપાસ કોણ કરશે. બિહાર સરકારની ભલામણ બાદ સીબીઆઈએ આ મામલે કેસ નોંધ્યો છે. જેનો મહારાષ્ટ્ર સરકાર અને રિયા ચક્રવર્તીએ વિરોધ કર્યો છે. મહારાષ્ટ્ર સરકારની માંગ છે કે, સીબીઆઈ તરફથી નોંધાયેલા કેસ મુંબઈ પોલીસને ટ્રાન્સફર કરવો જોઈએ. સુપ્રીમ કોર્ટની ગત્ત સુનાવણીમાં મુંબઈ પોલીસે સુશાંતના મોત પર હજુ સુધી કોઈ તપાસ રિપોર્ટ માંગ્યો નથી. તપાસ રિપોર્ટ પર આજે રજુ કરવામાં આવી શકે છે. સમગ્ર પક્ષોની વાતો સાંભળ્યા બાદ કોર્ટ નક્કી કરી શકે છે કે, તપાસ કોણ કરશે.