- લિસા હેડને શેર કરી દિકરી લારાની ક્યૂટ તસવીરો
- બ્રેસ્ટફિડીંગ વિશે લિસા એ કરી વાત
- 2020માં આપ્યો હતો બીજા બાળકને જન્મ
ન્યૂઝ ડેસ્ક: અભિનેત્રી લિસા હેડને તેની પુત્રી લારાનો પરિચય આપવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો હતો. અભિનેત્રીએ તેના બાળકને હાથમાં પકડીને પોતાની અદભૂત તસવીરો શેર કરી છે. તે આ તસવીરોમાં એકદમ ભવ્ય લાગી રહી છે અને તે માતૃત્વનો અમૂર્ત આનંદ માણી રહી છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
લિસા હેડને શેર કરી તસવીરો
રવિવારે લિસાએ હોટ બ્લેક ડ્રેસમાં તસવીરો શેર કરી છે. તસવીરો શેર કરતાં લિસાએ લખ્યું, "હું થોડા સમય માટે ઇન્સ્ટાથી દૂર હતી, અહીં એક કેચ અપ પોસ્ટ કરવાનો મારો આ શ્રેષ્ઠ પ્રયાસ છે."
આ પણ વાંચો- રણધીર કપૂરે કરીના-સૈફના બીજા બાળકનું નામ જાહેર કર્યું
કેપ્શનમાં વર્ણવ્યા અનુભવો
લિસા હેડને તેના બે બાળકો સાથેની દિનચર્યાને હ્યુમરસ રીતે વર્ણવતા લાંબુ કેપ્શન પણ લખ્યું છે. જેમાં તેણે બન્ને બાળકોની સંભાળ લેતા તેની કેવી હાલત થાય છે તે વિશે લખ્યું છે. અન્ય તસવીરોના સેટમાં, 35 વર્ષીય અભિનેત્રી તેની દિકરીને સ્તનપાન કરાવતી જોવા મળે છે. તેના કેપ્શનમાં તે બ્રેસ્ટફિડીંગ વિશે વાત કરી રહી છે.
2016માં થયાં હતા લિસાના લગ્ન
ઉલ્લેખનીય છે કે, ઓક્ટોબર 2016માં ડીનો લાલવાણી સાથે લગ્ન કરનારી લિસાએ 2017માં તેના પ્રથમ બાળક ઝેકને જન્મ આપ્યો હતો. જ્યારે ફેબ્રુઆરી 2020માં તેમના બીજા બાળકનો જન્મ થયો હતો. .