તિરુવનંતપુરમ : કેરલ ફિલ્મ ઇન્ડસ્ટ્રી પ્રખ્યાત નિર્દેશક અને સ્ક્રિપ્ટ રાઇટર આર. સચ્ચિદાનંદનના નિધનથી દુ:ખી થઇ ગઇ છે. સાચીના નામથી મશહૂર નિર્દેશકનું ગુરૂવારે હોસ્પિટલમાં નિધન થયું હતું.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
48 વર્ષીય સાચીને મંગળવારના રોજ કાર્ડિયાક અરેસ્ટનો એટેક આવતા તૃશ્શૂરની મોટી હોસ્પિટલમાં આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. નિર્દેશકના નિધન પર મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સ્ટાર પૃથ્વીરાજ સુકુમારે ટ્વિટ કરીને સોશિયલ મીડિયા પર તેમની તસવીર શેર કરી હતી. સુપરસ્ટાર મામૂટ્ટી અને મોહનલાલે પણ ફેસબુક પર પોસ્ટ કરીને નિર્દેશકને શ્રદ્ધાંજલિ આપી હતી.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
તેમની કારકિર્દીની શરૂઆત 2007માં શરૂ થઇ હતી. જ્યારે તેમણે 'ચોકલેટ' ફિલ્મ માટે સેતુની સાથે મળીને સ્કિપ્ટ લખી હતી. સાચીની પહેલી સોલો સ્કિપ્ટ ફિલ્મ મોહનલાલ સ્ટારર 'રન બેબી રન' માટે લખી હતી. ત્યારબાદ તેઓએ 6 વધુ સ્ક્રિપ્ટો લખી, જેમાં તેમની પહેલી નિર્દેશક ફિલ્મ 'અનારકલી' (2015) પણ સામેલ હતી.
- " class="align-text-top noRightClick twitterSection" data="">