ETV Bharat / sitara

કેરળ પશુ હિંસા: બોલીવૂડ સ્ટાર્સે કડક પગલાં લેવાની કરી માગ

અનુષ્કા શર્મા, શ્રદ્ધા કપૂર, રણદીપ હુડા સહિતની બોલીવૂડ સેલિબ્રિટીઝે કેરળમાં સગર્ભા હાથણી પર ક્રૂરતા આચરનાર લોકો વિરુદ્ધ સખત પગલાં લેવાની માંગણી કરી છે.

author img

By

Published : Jun 3, 2020, 10:13 PM IST

 કેરળ પશુહિંસા: બોલીવૂડ સ્ટાર્સે કડક પગલાં લેવાની માગ કરી

મુંબઈ: કેરળમાં એક સગર્ભા હાથણીને ફટાકડાથી મિશ્રિત અનાનસ ખવડાવી ક્રૂરતાપૂર્વક હત્યાની ઘટનાએ દેશભરમાં ચકચાર મચાવી છે. ત્યારે બોલીવૂડ સેલેબ્સે પણ આ ઘટના અંગે સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી હતી.

આલિયા ભટ્ટે લખ્યું, ''ભયંકર. ખૂબ જ ભયંકર. આપણે તેમનો અવાજ બનીને તેમની સાથે રહેવાનું છે, આ ઘટના અત્યંત આઘાતજનક છે.''

અનુષ્કા શર્માએ લખ્યું, ''આ જ કારણથી આપણે પશુ હિંસા અંગેના કાયદા વધુ કડક બનાવવાની જરૂર છે.''

શ્રદ્ધા કપૂરે ટ્વીટમાં જણાવ્યું, ''આવું કેવીરીતે થઇ શકે? શું લોકોને હૃદય નથી? મારુ હૃદય આ વાંચીને તૂટી ચૂક્યું છે, આ કરનાર વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેવાવા જોઈએ..''

રાજકુમાર રાવે લખ્યું, ''આ લોકોને શોધી કાઢી જેમ બને તેમ જલ્દી તેમને સજા થવી જોઈએ.''

ક્રિતી ખરબંદાએ ટ્વીટ કરી જણાવ્યું, ''આ કેવીરીતે શક્ય બને? ક્યાં પ્રકારના વિકૃત માનસિકતા ધરાવતા લોકોએ આ કૃત્ય કર્યું હશે? આપણે નિષ્ફળ ગયા છીએ, ભગવાન તેને, તેના બાળકને અને તેની આત્માને શાંતિ અર્પે.''

નિમ્રત કૌરે લખ્યું, ''એક ભૂખી, સગર્ભા હાથણીએ તેને આ ફળ ખવડાવનારા તમામ પર વિશ્વાસ કર્યો હતો. તેને એ ખબર હોવી જોઈતી હતી કે આ પાછળ તેમનો ઈરાદો તેને મોતને ઘાટ ઉતારવાનો હતો. સૌથી મોટી આઘાતની વાત એ છે કે આ દુનિયાના પ્રાણીઓ મનુષ્ય પર વિશ્વાસ કરવાનું મૂક્યું નથી. હું પ્રાર્થના કરુ છુ કે આ ઘટના પરથી સૌને બોધપાઠ મળે.''

અભિનેતા રણદીપ હૂડાએ તેની પોસ્ટમાં કેરળના મુખ્યપ્રધાન પિનારાઈ વિજયન અને કેન્દ્રીય જંગલ, પર્યાવરણ ખાતાના પ્રધાન પ્રકાશ જાવડેકરને ટેગ કરતા કહ્યું, ''આ કૃત્ય અમાનવીય છે. આ લોકોને પકડી સજાને હવાલે કરી દેવા જોઈએ.''

પૂજા ભટ્ટે લખ્યું ''આપણે ભગવાનના સ્વરૂપમાં પ્રાણીઓની પૂજા કરીએ છીએ અને પ્રાણીઓને જ નુકસાન પહોંચાડીએ છીએ. દેવીઓની પૂજા કરીએ છીએ અને સ્ત્રીઓનું અપમાન કરીયે છીએ.''

વિદ્યુત જામવાલે ટ્વીટ કરી લખ્યું, ''શું કોરોના બાદ હવે આ ઘટનાઓ બનશે? આપણે મનુષ્ય થઈને માનવતા ભૂલી ગયા અને તેણે ઘાયલ થવા છતાં કોઈને નુકસાન પહોચાડ્યું નહિ. આવી ઘટનાઓ બનતી બંધ થવી જોઈએ.''

નિર્માતા રિતેશ સિધવાનીએ જણાવ્યું, ''આટલી હદે અમાનવીય કૃત્યની પીડા સહન કરતી તે આખા ગામમાં દોડી રહી હતી તેમ છતાં તેણે કોઈ માણસને નાની સરખી ઇજા પણ પહોંચાડી નહી. ભગવાન તેના આત્માને શાંતિ આપે અને આ કૃત્ય કરનારાઓને તાત્કાલિક સજા મળે.'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.