ETV Bharat / sitara

ટાઈગર-3ના શૂટિંગમાં કેટરીના કૈફ રશિયા ગઈ, આ વીડિયો જોઈ તમને હસવું આવશે - Film shooting in Russia

વિક્કી કૌશલની સાથે રીલેશનશીપને લઈને ચર્ચામાં રહેનારી બોલીવૂડની હીરોઈન કેટરીના કૈફ હાલના સમયમાં સલમાન ખાન સાથે ટાઈગર-3ના શૂટિંગ માટે રશિયામાં છે. કેટરીનાએ શૂટમાંથી સમય કાઢીને કેટલોક વખત સેન્ટ પીટર્સબર્ગમાં ફરવા ગઈ છે. તેના ફોટા અને વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.

ટાઈગર-3ના શૂટિંગમાં કેટરીના કૈફ રશિયા ગઈ, આ વીડિયો જોઈ તમને હસવું આવશે

author img

By

Published : Aug 25, 2021, 1:01 PM IST

  • બોલીવૂડ અભિનેત્રી કેટરીના કૈફ રશિયા પહોંચી ગઈ
  • ટાઈગર-3ના શૂટિંગમાં વ્યસ્તતામાંથી સમય કાઢી ફરવા ગઇ
  • પાર્કમાં ફરવા ગયેલી કેટરીનાએ વીડિયો પોસ્ટ કર્યો

    ન્યૂઝ ડેસ્ક- કેટરીના કૈફ હમણાના સમયમાં ખૂબ ખુશ દેખાઈ રહી છે. તેણે વીડિયોની સાથે કેપ્શનમાં લખ્યું છે કે Out and about in the world… બીજા ફોટામાં કેટરીના પાર્કમાં બેઠેલી દેખાય છે. આ તસવીરમાં કેટએ લખ્યું છે કે પાર્કમાં એક દિવસની સફર.

    અફવાઓના માહોલ વચ્ચે રશિયા પ્રવાસ

    વીતેલા દિવસોમાં કેટરીનાને લઈને અફવા ઉડી હતી કે તેણે વિક્કી કૌશલ સાથે એંગેજમેન્ટ કરી લીધાં છે, જેને તેની ટીમે આ વાતને ખોટી છે, તેમ કહ્યું હતું. તેમજ વિક્કી કૌશલના પિતાએ પણ આ સમાચારનું ખંડન કર્યું હતું. તે પછી કેટરીના ટાઈગર-3ના શૂટિંગ માટે રશિયા રવાના થઈ ગઈ હતી.

    કેટરીનાના જોરદાર એક્શન સીન

    રશિયામાં શૂટિંગ દરમિયાન સલમાનના કેટલાક ફોટા ઈન્ટરનેટ પર ફરી રહ્યાં છે. જેમાં તે લાંબા વાળ અને દાઢીના ગેટઅપમાં બિલકુલ ઓળખી ન શકાય તેવા ગેટઅપમાં ફરી રહ્યો છે. આ તસવીરોમાં સલમાનનો ભત્રીજો અને સોહેલનો દીકરો નિર્વાન પણ તેની સાથે દેખાઈ રહ્યો છે. ટાઈગર-3 ફિલ્મ એક ટાઈગર ફ્રેન્ચાઈઝીની ફિલ્મ છે. ટાઈગર જિંદા હૈ ફિલ્મ 2017માં આવી હતી. ટાઈગર-3નું નિર્દેશન મનીષ શર્મા કરી રહ્યાં છે. ફિલ્મમાં સલમાન અને કેટરીના જોરદાર એક્શન સીન કરતાં જોવા મળી રહ્યાં છે.

    ઇમરાન જોવા મળશે વિલનના રોલમાં

    ટાઈગર-3 ફ્રેન્ચાઈઝીની બંન્ને ફિલ્મો ખૂબ મોટા સ્કેલ પર બની રહી છે. ફિલ્મમાં ઈમરાન હાશ્મી વિલનના રોલમાં છે. આવું પહેલીવાર બની રહ્યું છે કે મોટા પડદા પર સલમાન ખાનનો તે સામનો કરશે. ઈમરાન હાશ્મીએ તેના વિલનના રોલ માટે ખૂબ જ વર્કઆઉટ કર્યું છે. ટાઈગર-3ની શૂટિંગ રશિયા ઉપરાંત ટર્કી અને ઓસ્ટ્રિયામાં પણ થશે. કેટરીના અને સલમાન આ પહેલાં 2019માં ફિલ્મ ભારતમાં સાથે આવ્યાં હતાં.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.