મુંબઈ: બોલીવૂડ અભિનેતા કાર્તિક આર્યનને એક પોર્ટલ દ્વારા તેના લગ્ન બાબતે પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા. જેમાં તેને કેવી છોકરી સાથે લગ્ન કરવા માંગે છે તેમ પૂછવામાં આવતા તેણે જવાબમાં કહ્યું હતું કે તે યુવતી દિપીકા પાદુકોણ જેવી હોવી જોઇએ. જે ગર્વભેર તેના પતિ પર શો-ઓફ કરે.
ત્યારબાદ જ્યારે કાર્તિકને પૂછવામાં આવ્યું કે તે કેટરિના સાથે ક્યારે જોડી જમાવી રહ્યો છે ત્યારે પણ તેણે દિપીકાનો ઉલ્લેખ કરી કહ્યું, “એમ તો હું દિપીકા સાથે પણ સારો લાગુ છું. શું અમારી જોડી તમને ગમશે?”
- View this post on Instagram
#DheemeDheemeChallenge has reached d next level 🔥 @deepikapadukone 💃🏻🕺🏻 Too much fun 🎶
">
કાર્તિક હાલમાં તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેનો ફોટો મૂકી તેના ફેન્સ ને પૂછ્યું હતું કે શું તેણે શેવિંગ કરવું જોઈએ? જેના પર દિપીકા એ કમેન્ટ કરી જવાબમાં 'હા' કહ્યું હતું.
આ પહેલા પણ જ્યારે કાર્તિકની ‘પતિ, પત્ની ઔર વો’ ફિલ્મ આવી હતી ત્યારે દિપીકાએ આ ફિલ્મના ગીતનો એક ડાન્સ સ્ટેપ શિખવાડવા કાર્તિકને કહ્યું હતું. જેનો વીડિયો વાઇરલ થયો હતો.
કાર્તિક હવે ‘ભૂલભૂલૈયા-2’ માં કિયારા અડવાણી સાથે તથા કરણ જોહરના ધર્મા પ્રોડક્શન ની ‘દોસ્તાના-2’માં જાન્હવી કપૂર સાથે જોવા મળશે.