મુંબઇ: થોડા દિવસો પહેલા જ પોતાની દાઢી કઢાવ્યા બાદ અભિનેતા કાર્તિક આર્યન એક વાર ફરી મોટી દાઢી સાથે નજરે આવ્યા હતા. એટલે કે તેમણે ફરી એક વાર પોતાની દાઢી વધારી છે.
કાર્તિકે ગુરુવારે ઇન્સ્ટાગ્રામ પર એક તસ્વીર શેર કરી હતી, જેમાં તે દાઢીના લુકમાં જોવા મળી રહ્યો છે.
આ તસ્વીરના કેપ્શનમાં તેણે લખ્યું છે, ‘દાઢી બુલા રહી હે.'
તસવીર પર પ્રતિક્રિયા આપતા એક યૂજર્સે લખ્યું,
'હજુ દાઢી વધારો, તમે તેમાં સારા દેખાવ છો'
અન્ય એકે પ્રતિક્રિયા આપતા લખ્યું, “ તમારી દાઢીથી પ્યાર થઇ ગયો છે”
કાર્તિકે લોકડાઉન દરમિયાન દાઢી વાળી ઘણી તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
એક મહિના પહેલા, ઇન્સ્ટાગ્રામ પર લાઇવ ચેટ દરમિયાન તેમના એક ફેન્સે પૂછ્યું હતું કે શુ તમારે ક્લીન શેવ કરવી જોઇએ કે નહી, જે અંગે અભિનેત્રી દીપિકા પાદુકોણે એક છોકરીના ઇમોજી સાથે કમેન્ટ કરી હતી, અને તે ઇમોજી હા માટેનો ઇશારો કરી રહી હતી.