મુંબઇ: પો્તાના તાજેતરમાં લૉન્ચ થયેલા ચેટ શૉ 'કોકી પૂછેગા'માં અતિથિ તરીકે આવેલી ડૉક્ટર હસવા પર મજબૂર થઇ ગયા, જ્યારે કાર્તિક આર્યને આવો પ્રશ્ન પૂછ્યો. 'કોકી પૂછેગા' પર, કાર્તિક ડૉકટર્સ અને આરોગ્ય સંબંધિત કાર્યકર્તા, કોરોના વાઇરસ અને આ બિમારીથી સારવાર લઇને ઠીક થયેલા લોકોને સાથે વાતચીત કરે છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
તેમના પહેલા મહેમાન ડૉક્ટર મીમાંસા બૂચ હતાં, જેમણે કોવિડ-19 દર્દીઓની સફળતાપૂર્વક પ્રથમ સારવાર કરી હતી. આ શો દરમિયાન કાર્તિકે ડૉક્ટર મીમાંસા બૂચને ઘણા પ્રશ્નો પૂછ્યા કે, કોવિડ -19 ગરમ અને ભેજવાળા વિસ્તારોમાં ફેલાય છે અને શું કોઈ વ્યક્તિ ચાઇનીઝ ખોરાક ખાવાથી ચેપગ્રસ્ત થઈ શકે છે.
ખરેખર મજાની વાત તો ત્યારે થઇ જ્યારે કાર્તિકે પૂછ્યું કે, દારૂ પીવાથી ચેપગ્રસ્ત વ્યક્તિના પેટમાં વાઇરસનો નાશ થઈ શકે છે? આ પછી, ડૉક્ટર જોરથી હસી પડ્યા અને આ વર્તનને સંપૂર્ણપણે નકારી દીધી હતી.