- કંગના રનૌતે ખેડૂત આંદોલન વિરુદ્ધ કર્યું ટ્વિટ
- બોલિવુડ ક્વિન સામે નોંધાઈ ફરિયાદ
- ફરિયાદ નોંધાઈ છે પણ હજી સુધી કોઈ FIR નોંધાઈ નથી
કર્ણાટક: બેલગાવી જિલ્લામાં અભિનેત્રી કંગના રનૌત સામે ફરિયાદ નોંધવામાં આવી છે. બેલગામના વકીલ હર્ષવર્ધન પાટીલે ફરિયાદ નોંધાવી હતી કે, કંગનાએ ટ્વીટ કરીને આરોપ લગાવ્યો હતો કે તેમણે આંદોલનકારી ખેડૂતોને 'આતંકવાદી' કહ્યા છે. આવી સ્થિતિમાં કંગના પર સમુદાયમાં વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કરવાનો આરોપ છે.
ફરિયાદ નોંધાઈ છે પણ હજી સુધી કોઈ FIR નોંધાઈ નથી
ગયા વર્ષે 21 સપ્ટેમ્બરના રોજ કંગના રનૌતે ટ્વીટ કર્યું હતું કે, 'લોકોએ CAA વિશે ખોટી માહિતી અને અફવાઓ ફેલાવી હતી, જેના કારણે તોફાનો થયા હતા અને હવે તે જ લોકો ખેડૂત બિલ અંગે ખોટી માહિતી ફેલાવી રહ્યા છે અને દેશમાં આતંક ઉભો કરી રહ્યા છે, તેઓ આતંકવાદી છે.' 10 ઓક્ટોબર 2020ના રોજ, કર્ણાટકની કોર્ટે પોલીસને આદેશ આપ્યો હતો કે, તેઓ કૃષિ કાયદાઓનો વિરોધ કરતા ખેડૂતો પર ટ્વીટ કરવા બદલ કંગના રનૌત સામે કેસ દાખલ કરે. એડવોકેટ રમેશ નાયકે અંગત ફરિયાદ કર્યા પછી અદાલતે આ આદેશ આપ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બેલગામ પોલીસ કમિશનર થિયાગરાજે આ બાબતની ખરાઈ કરતાં કહ્યું કે, ફરિયાદ નોંધાઈ છે પણ હજી સુધી કોઈ FIR નોંધાઈ નથી. તેમણે વધુમાં કહ્યું કે અમે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી કરીશું.
કંગના રનૌતની બોલિવુડ ગપસપ
કંગના રનૌત આજકાલ ફિલ્મ 'ધાકડ'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ સિવાય કંગનાનું નામ ફિલ્મ 'તેજસ' સાથે પણ સંકળાયેલું છે, જેમાં તે મહિલા એરફોર્સના પાઇલટ તરીકે જોવા મળશે. થોડા સમય પહેલાં, કંગનાએ પોતાની ફિલ્મ 'મણિકર્ણિકા - ધ ક્વીન ઑફ ઝાંસી' ને ફ્રેંચાઇઝ તરીકે રિલીઝ કરવાની જાહેરાત કરી હતી જેમાં તે તેની આગામી ફિલ્મ 'મણિકર્ણિકા રીટર્નસ - ધ લિજેન્ડ ઑફ દિદા' લાવશે.