ETV Bharat / sitara

39 વર્ષીય કન્નડ અભિનેતા ચિરંજીવી સર્જાનું હાર્ટ એટેકથી નિધન - કન્નડ અભિનેતા ચિરંજીવી સર્જા

39 વર્ષીય ચિરંજીવી સર્જા એ કન્નડ ફિલ્મોના એક પ્રખ્યાત કલાકાર હતા. જેમનું રવિવારે નિધન થયું હતું. તેમના મૃત્યુના સમાચાર મળતાની સાથે જ કન્નડ ફિલ્મ ઉદ્યોગમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. અહેવાલો અનુસાર, સુર્જાને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી અને તેમને બેંગ્લુરુની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રવિવારે સાંજે તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

39 વર્ષીય કન્નડ અભિનેતા ચિરંજીવી સર્જાનું હાર્ટ એટેકથી  નિધન

author img

By

Published : Jun 7, 2020, 9:19 PM IST

મુંબઇ: કન્નડ ફિલ્મોના અભિનેતા ચિરંજીવી સર્જાનું રવિવારે હાર્ટ એટેકથી નિધન થયું હતું. તેઓ 39 વર્ષના હતા. ચિરંજીવીને શનિવારે 6 જૂને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી હતી અને છાતીમાં દુખાવો થઇ રહ્યો હતો જેથી તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

અહેવાલો અનુસાર કન્નડ સુપરસ્ટાર અર્જુન સર્જાના ભત્રીજા અભિનેતા ચિરંજીવીને હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ તેમને બેંગ્લુરુના જયનગરની સાગર હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ ચિરંજીવીની હાલતમાં સુધારો થઈ શક્યો ન હતો અને રવિવારે સાંજે ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

તેલુગુ ફિલ્મ અભિનેતા અલ્લુ સિરીશે ચિરંજીવી સર્જાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. સોશિયલ મીડિયાના માધ્યમથી અભિનેતાના નિધન પર દુ :ખ વ્યક્ત કરતા લખ્યું કે, "કન્નડ અભિનેતા ચિરંજીવી સર્જાના અચાનક અવસાનના સમાચારથી હું ખુબ દુ:ખી છું. તે માત્ર 39 વર્ષના જ હતા. તેમની આત્માને શાંતિ મળે."

ચિરંજીવીએ વર્ષ 2009 માં ફિલ્મ 'વાયપુત્ર' સાથે ફિલ્મ જગતમાં પ્રવેશ કર્યો હતો. અભિનેતાએ તેના કારકિર્દીમાં 22થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.