નવી દિલ્હી: બોલીવૂડ સિંગર કનિકા કપૂર તાજેતરમાં જ કોવિડ-19માંથી સ્વસ્થ થઈ છે. તે હાલમાં તેના પરિવાર સાથે લખનઉમાં ઘરમાં રહીને સમય પસાર કરી રહી છે. બેબી ડોલ સિંગરે રવિવારે એક મનમોહક તસવીર ઈન્સ્ટાગ્રામ શેર કરી હતી. જેમાં તે તેના પરિવાર સાથે બેઠી છે, અને તેમની બાલ્કનીમાં ચા પીતા જોવા મળે છે. તેને કેપ્શનમાં લખ્યું કે, તમારે ફક્ત એક ગરમ સ્મિત, ગરમ હૃદય અને ચાના ગરમ કપની જરૂર છે. #familytime #lucknowdiaries #stayhomestaysafe.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
શરૂઆતના દિવસોમાં ગાયિકાને તેના કોરોના વાઈરસ નિદાન વિશે મૌન તોડ્યું હતું અને કહ્યું હતું કે, લખનઉમાં તેના દ્વારા કોઈ પાર્ટી આપવામાં આવી ન હતી. આ એક અફવા છે. યુનાઈટેડ કિંગડમથી પરત ફર્યા બાદ 42 વર્ષીય ગાયિકાની ટીકા કરવામાં આવી હતી. તેની જાતને અલગ ન રાખવા અને સામાજિક કાર્યક્રમોમાં ભાગ લેવા બદલ કેસ પણ દાખલ કરાયો હતો.
ઉલ્લેખનીય છે કે, કનિકાનો 6 એપ્રિલે કરાયેલો કોરોના વાઈરસનો ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. જેના પગલે તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.