નવી દિલ્હી: અભિનેત્રી કંગના રાનૌતે ગુરૂવારે રામ નવમીએ તેના ફોલોવર્સને વીડીય દ્રારા શુભેચ્છા પાઠવી હતી. જેમાં તેણે રામ નવમીને "કેમ આપણી સંસ્કૃતિનો સૌથી મહત્વપૂર્ણ વ્યકિત માનવામાં આવે છે" તે અંગેની સમજણ વિગત આપી હતી.
કંગનાની બહેન રંગોલી ચંદેલ દ્રારા આ વિડિયો ટ્વીટર પર શેર કરવામાં આવ્યો હતો. જેમાં અભિનેત્રી તેના ફોલોવર્સને પુછે છે કે "તમે ક્યારેય એવું વિચાર્યું છે કે કેમ આપણા દેશમાં રામને સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કેમ કે તે કૃષ્ણ જેવા ગહન નથી અથવા શિવ જેવા સર્વવ્યાપી નથી.
આ વિષય પર પોતાની સમજણ આપતાં, ક્વીન એક્ટરે કહ્યું કે "રામ એક ન્યાયી માણસ છે જેણે તેમના જીવનકાળ અને પ્રયોગો દ્વારા બલિદાન શું છે તે વિશે અમને જાગૃત કર્યા છે".