ETV Bharat / sitara

અજય પંડિતની હત્યા પર કંગના રનૌતે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરી નારાજગી વ્યક્ત કરી - અજય પંડિતની હત્યાની ઘટના

કાશ્મીરી પંડિત સરપંચ અજય પંડિતની હત્યા પછી સોશિયલ મીડિયા યુઝર્સમાં નારાજગી છે જ, ત્યારે અભિનેત્રી કંગના રનૌત એ પણ વીડિયો શેર કરી આ ઘટનાની નિંદા કરી હતી. અને બોલીવુડના સુપરસ્ટાર્સને નિશાન બનાવીને કહ્યું કે,, 'તેમની માનવતા ત્યારે જાગૃત થાય છે, જયારે કોઈ જેહાદી એજન્ડાને પૂરો કરવાનો હોય છે.

અજય પંડિતની હત્યા પર કંગના રાનાઉતે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરી નારાજગી વ્યક્ત કરી

author img

By

Published : Jun 11, 2020, 9:06 PM IST

મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે તાજેતરમાં જ અજય પંડિતની હત્યાની ઘટના પર પોતાનો અભિપ્રાય દેતા, બોલિવૂડ સ્ટાર્સને તેમની 'પસંદ કરેલી ધર્મનિરપેક્ષતા' (તક મળતા ધાર્મિક એકતાની વાત કરવી) માટે ટીકા કરી હતી.

અભિનેત્રીએ પોતાના ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર લગભગ 2 મિનિટ લાંબો વીડિઓ શેર કર્યો છે. જેમાં કાશ્મીર રહેવાસી સરપંચ અજય પંડિતની હત્યાને લઈને બોલિવૂડના વલણ પર કંગનાનો ગુસ્સો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.

વીડિયોની શરૂઆતમાં, કંગનાએ એક પ્લેકાર્ડ પકડ્યું છે. જેમાં લખ્યું છે કે, 'અજય પંડિતની હત્યાથી હિન્દુસ્તાન શર્મશાર છે. ત્યારબાદ તે બોલિવૂડ સ્ટાર્સ પ્રત્યેની નારાજગી વ્યક્ત કરતાં કહે છે કે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીના હોનહાર અભિનેતા, તે કોઈ પણ મુદ્દાને આંતરરાષ્ટ્રીય મુદ્દો બનાવવા માટે રસ્તા પર નીકળી પડે છે. પરંતુ તેમની આ માનવતા ત્યારે જ બહાર આવે છે, જયારે તેની પાછળ કોઈ જેહાદી એજન્ડા હોય છે. તેને વધુમાં કહ્યું કે, જયારે કોઈને ન્યાય અપાવવાની વાત આવે ત્યારે, તેઓ મૂંગા થઈ જાય છે.

વીડિયોના અંતમાં કંગનાએ વડાપ્રધાનને અપીલ કરી હતી કે, 'પંડિતોને કાશ્મીર પાછા મોકલવા જોઈએ, તેઓને તેમની જમીન આપવામાં આવે, ત્યાં હિન્દુ ધર્મ ફરી સ્થાપિત થવો જોઈએ અને અંજય પંડિતનું બલિદાન વ્યર્થ ન થવું જોઈએ.'

કંગના સિવાય અનુપમ ખેરે પણ 9 જૂનના રોજ એક વીડિયો શેર કરીને સરપંચની હત્યા પર દુ:ખ વ્યક્ત કર્યું હતું. અને સમગ્ર ઘટનાની નિંદા કરી હતી. ખેરએ લોકોની પણ ટીકા કરી હતી કે, જેમણે આ હત્યા અંગે કશું કહ્યું નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.