ETV Bharat / sitara

થલાઇવી ફિલ્મ સાથે સંકળાયેલા કામદારોની મદદ માટે કંગના આગળ આવી, 10 લાખ રૂપિયા આપ્યા - થલાઇવી ફિલ્મ સાથે સંકળાયેલા કામદારોની મદદ માટે કંગના આગળ આવી

કોરોના વાઇરસના મહામારીના કારણે થલાઇવી ફિલ્મનું શૂટિંગ અટવાઈ ગયું છે. આથી જ કંગનાએ આ ફિલ્મ સાથે સંકળાયેલા સ્ટાફને 5 લાખ રૂપિયાનું દાન આપ્યું છે અને ફિલ્મ કર્મચારી ફેડરેશન ઓફ સાઉથ ઈન્ડિયા કોરોના રિલીફ ફંડમાં 5 લાખનું દાન પણ આપ્યું છે.

થલાઇવી ફિલ્મ સાથે સંકળાયેલા કામદારોની મદદ માટે કંગના આગળ આવી, 10 લાખ રૂપિયા આપ્યા

author img

By

Published : Apr 21, 2020, 6:34 PM IST

મુંબઇ : કંગના રનૌત છેલ્લા કેટલાક સમયથી લોકોમાં કોરોના વાઇરસ વિશે જાગૃતિ ફેલાવી રહી છે. તેમણે તાજેતરમાં કોરોના સામેના યુદ્ધમાં ફિલ્મ કર્મચારીઓ માટે દાન પણ આપ્યું છે.જણાવી દઈએ કે કંગના લોકડાઉન પહેલા થલાઇવી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતી. આ ફિલ્મમાં તે તમિલનાડુના પૂર્વ મુખ્યપ્રધાન જયલલિતાની ભૂમિકા નિભાવી રહી છે.

જો કે, કોરોના વાઇરસના કારણે ફિલ્મનું શૂટિંગ અટકી ગયું છે જેના કારણે આ ફિલ્મના રોજિંદા કામદારોને સૌથી વધુ નુકસાન સહન કરવો પડ્યો છે. આથી જ કંગનાએ આ ફિલ્મ સાથે સંકળાયેલા સ્ટાફ માટે 5 લાખ રૂપિયાનું દાન આપ્યું છે. આ સિવાય તેણે ફિલ્મ કર્મચારી ફેડરેશન ઓફ સાઉથ ઈન્ડિયા કોરોના રિલીફ ફંડમાં 5 લાખ રૂપિયા દાનમાં પણ આપ્યું છે.

કંગના પહેલા ઘણા બોલિવૂડ સ્ટાર્સ જેમકે શાહરૂખ ખાન, સલમાન ખાન, અક્ષય કુમાર, સારા અલી ખાન, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, આલિયા ભટ્ટ, આયુષ્માન ખુરના કોરોના સામેની લડાઇમાં દાન આપી ચૂક્યા છે.કંગના થલાઇવી ફિલ્મ માટે સખત મહેનત કરી રહી છે અને ક્લાસિકલ ડાન્સથી લઇ તેના એક્સેંટ પર કામ કરી રહી છે.

આ ફિલ્મનું નિર્દેશન એ. એલ. વિજય કરી રહ્યા છે અને તેનું પ્રોડક્શન શૈલેષ આર. સિંહ કરી રહ્યા છે. આ ફિલ્મ તમિળ, તેલુગુ અને હિન્દીમાં રિલીઝ થશે. આ ફિલ્મ 26 જૂને રિલીઝ થવા જઈ રહી છે. જો કે, કોરોના લોકડાઉનના કારણે, આ ફિલ્મની રિલીઝની તારીખ આગળ વધારવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.