મુંબઇ: સાઉથના સુપરસ્ટાર કમલ હસન અને તેનો પરિવાર આઈસોલેશનમાં જીવે છે, પરંતુ રસપ્રદ વાત એ છે કે પરિવારના ચારેય સભ્યો જુદા-જુદા શહેરો અને ઘરોમાં રહે છે.
સુપરસ્ટારની પત્ની સારિકા અને મોટી પુત્રી શ્રુતિ મુંબઈના એક એપાર્ટમેન્ટ અલગ અલગ રહે છે. જ્યારે અભિનેતા કમલ તેની નાની પુત્રી અક્ષરા સાથે ચેન્નાઇમાં બે અલગ-અલગ ઘરોમાં આઈસોલેશનમાં છે.
શ્રુતિએ મીડિયાને કહ્યું, 'મને મારા હિસાબથી જીવવાની ટેવ છે. મુશ્કેલ વાત એ છે કે, તમારી પાસે બહાર જવાનો કોઈ રસ્તો નથી અને તેનો ડર વધી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં લોકોએ તેને ગંભીરતાથી જોવાનું શરૂ કર્યું છે. આભાર કે, હું જ્યારે પરત ફરી ત્યાં સુધીમાં શૂટિંગ રદ થઈ ગયુ હતું. હાલ, મારો પરિવાર સેલ્ફ આઈસોલેશનમાં છે. માં (અભિનેત્રી સારિકા) પણ મુંબઇમાં છે પરંતુ બીજા એપાર્ટમેન્ટમાં રહે છે. પાપા (કમલ હાસન) અને અક્ષરા ચેન્નઈમાં અલગ ઘરોમાં છે. અમારા બધાનું ટ્રાવેલિગ સમયપત્રક અલગ હતું, તેથી એક સાથે રહેવાનો કોઈ અર્થ નથી. મને લાગે છે કે લોકોએ પણ આ જ નિર્ણય લેવો જોઈએ.'
શ્રુતિ 10 દિવસ પહેલા લંડનથી પરત આવી હતી. ત્યારથી જ તેણી તેના ઘરે ક્વોરેન્ટાઇનમાં રહે છે. અભિનેત્રીએ સોમવારે તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી અને લખ્યું, 'આશા છે કે બધા ઠીક છો? હું મારા વિશે ઘણું જાણી રહી છું અને ખુશી છે કે હું તે વ્યક્તિ છું જે પોતાની સાથે સમય પસાર કરવામાં આનંદ મેળવે છે. આ સમયમાં શાંતિથી બેસીને તમારા વિશે વિચારવું સારું છે. ઘરે રહો, સકારાત્મક રહો, કાળજી લો અને બધાને પ્રેમ કરો. #घर पर रहें #खुद की देखभाल #सेल्फीनॉनस्टॉप #फिट रहें.'