મુંબઈ: અભિનેત્રી કલ્કી કોચેલિન તાજેતરમાં જ તેના પુત્રી સપ્ફો માટે એક લોકપ્રિય બંગાળી હાલરડું ગાયું હતું. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર એક નાનો વીડિયો શેર કર્યો હતો. મધર્સ ડેની વિશેષ પોસ્ટમાં કલ્કી ઘૂમ પરાણી ગાઈ રહી છે, જ્યારે સપ્ફો હવામાં હાથ લહેરાવી ગીતનો આનંદ લઈ રહી છે.
ઈન્સ્ટાગ્રામ પર કલ્કીએ લખ્યું કે, ઘૂમ પરાણી, મને આ બંગાળી ધૂન શીખવવા બદલ અવંતીકા ગાંગુલી(@gangulytikka)નો આભાર. શોર્ટ એન્ડ સ્વીટ લુલ્લાબી (#lullaby).
આ વીડિયોને સોશિયલ હજારોની સંખ્યામાં લોકોએ પસંદ કર્યો છે. તેના ચાહકો અને સેલિબ્રિટી ફોલોઅર્સે પણ ટીપ્પણી કરી માતા-પુત્રી જોડી પર પ્રેમ દર્શાવ્યો હતો.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
આ અગાઉ અભિનેત્રીએ તેની પુત્રી માટે આફ્રિકન અને પોર્ટુગીઝ હાલરડાં ગાયાં છે. તેમાં કોઈ શંકા નથી કે માર્ગારીટા વિથ એ સ્ટ્રો અભિનેત્રી તેની બાળકી સપ્ફોને શરૂઆતથી જ વિવિધ ભાષાઓથી સજાગ કરવા માંગે છે.
કલ્કી અને તેના બોયફ્રેન્ડ ગાય હર્સબર્ગે ફેબ્રુઆરી 2020માં સપ્ફોનું સ્વાગત કર્યું હતું. તેણે આ અગાઉ ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપ સાથે 2011માં લગ્ન કર્યા હતા, પરંતુ બંને થોડા વર્ષો પછી અલગ થઈ ગયા હતા.