મુંબઇ: બૉલિવૂડની 'સિંઘમ' ગર્લ અને સાઉથની સુપરસ્ટાર કાજલ અગ્રવાલ વિશે એક મોટો સમાચાર સામે આવ્યા છે. અભિનેત્રી હવે ટૂંક સમયમાં જ દુલ્હન બનવાની તૈયારી કરી રહી છે. તેમના લગ્નની માહિતી કાજલે સોશિયલ મીડિયા પર શેર કરી છે.કાજલે તેના લગ્નનું આમંત્રણ કાર્ડ શેર કર્યું છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
મીડિયામાં ઘણી વાર એવા અહેવાલ સામે આવ્યા હતા કે, કાજલનો પરિવાર તેમના માટે છોકરો શોધી રહ્યા છે. તેમના પરિવારે છોકરોને શોધી લીધો છે અને હવે તેમની શોધખોળ પૂરી થઈ છે. કાજલના ચાહકો માટે આ સમાચાર એકદમ આશ્ચર્યજનક છે, પરંતુ હવે કાજલના પતિ વિશે દરેકને સવાલો થઇ રહ્યા છે, કે તે કોણ છે.
કાજલ અગ્રવાલે આ સમાચાર ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. કાજલે પોસ્ટમાં જણાવ્યું છે કે, તે બિઝનેસમેન ગૌતમ કિચલુ સાથે લગ્ન કરવા જઈ રહી છે. આ સાથે કાજલે લગ્નની તારીખ પણ શેર કરી છે. તેણીએ જણાવ્યું છે કે, આ લગ્ન 30 ઓક્ટોબરના રોજ મુંબઇમાં થશે.