ETV Bharat / sitara

કંગના રનૌત અને રાજકુમાર રાવ અભિનીત ફિલ્મ 'જજમેન્ટલ હે ક્યા ? ઓનલાઈન થઈ લીક

મુંબઈ કંગના રનૌત અને રાજકુમાર રાવની ફિલ્મ 'જજમેન્ટલ હે ક્યા ?' સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે. ફિલ્મને દર્શકો અને ક્રિટિક્સ તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે હવે આ ફિલ્મ ઓનલાઈન લીક થઈ હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.

કંગના રણાવત અને રાજકુમાર રાવ અભિનીત ફિલ્મ 'જજમેન્ટલ  હે ક્યાં? ઓનલાઇન થઇ લીક
author img

By

Published : Jul 28, 2019, 2:09 PM IST

અભિનેત્રી કંગના રનૌત અને રાજકુમાર અભિનિત ફિલ્મ જજમેન્ટલ હે ક્યા ? શુક્રવારના રોજ રિલીઝ થઈ છે. ફિલ્મને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે ફિલ્મ માટે એક નુકસાન કરતી ખબર સામે આવી છે. હજૂ આ ફિલ્મ હમણાં રિલીઝ જ થઈ છે, ત્યાં ઓનલાઇન આ ફિલ્મ લીક થઈ હોવાની ખબરો સામે આવી છે. જેથી ફિલ્મની આવકમાં ઘટાડો નોંધાવવાની શક્યતા છે.

મળતી માહિતી પ્રમાણે, ફિલ્મ રિલીઝના થોડાંક જ કલાકોની અંદર પાઇરેટેડ ફિલ્મોને લીક કરનાર વેબસાઈટ દ્વારા આ ફિલ્મને લીક કરવામાં આવી છે. ત્યારે આ ફિલ્મ HD પ્રિન્ટમાં થઈ હોવાની ચિંતા ફિલ્મ સર્જકોને સતાવી રહી છે. બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો, તમામ રીપોર્ટ પ્રમાણે ફિલ્મે ઓપનીંગ દિવસે 7-8 કરોડનું બંપર કલેક્શન કર્યુ હતું.

આ ફિલ્મ નિર્દેશન પ્રકાશ કોવેલામુડીએ કર્યુ છે. ત્યારે શોભા કપૂર અને શૈલેષ.આર. સિંહે આ ફિલ્મને પ્રોડ્યુસ કરી છે. કંગના રનૌતની આ ફિલ્મ ઘણા સમયથી ચર્ચામાં હતી. ફિલ્મના ટાઇટલને ઘણા વિવાદો થયા હતા. આ પહેલાં ફિલ્મનું 'ટાઇટલ મેંટલ હે ક્યા? ' રાખવામાં આવ્યું હતું. જે બદલીને ફિલ્મનું નામ 'જજમેન્ટલ હે ક્યા ?' રાખવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.