ETV Bharat / sitara

RRR- જૂનિયર એનટીઆરના જન્મદિવસ પર રાજામૌલીની ગીફ્ટ, ફિલ્મનું નવું પોસ્ટર થયુ રિલીઝ - Junior NTR

દિગ્દર્શક એસએસ રાજામૌલીની બહુપ્રતીક્ષિત ફિલ્મ આરઆરઆર ની રાહ જોઇ રહેલા સિનેપ્રેમિયો માટે એક ખુશખબર છે. આ ફિલ્મના નિર્માતાઓએ અભિનેતા જૂનિયર એનટીઆરના જન્મદિવસ પર નવું પોસ્ટર રિલીઝ કર્યું છે. જૂનિયર એનટીઆર ફિલ્મમાં કોમારામ ભીમના પાત્રતામાં જોવા મળશે.

RRR- જૂનિયર એનટીઆરના જન્મદિવસ પર રાજામૌલીની ગીફ્ટ, ફિલ્મના નવા પોસ્ટરનું કર્યું અનાવરણ

author img

By

Published : May 21, 2021, 12:04 PM IST

  • અભિનેતા જૂનિયર એનટીઆરના જન્મદિવસ પર નવું પોસ્ટર કર્યું રિલીઝ
  • અજય દેવગણ, આલિયા ભટ્ટ અને રામચરણનું પ્રથમ લુક તેમના જન્મદિવસે જ જાહેર કરવામાં આવ્યું હતું
  • એનટીઆરના જન્મદિવસની શુભેચ્છા પાઠવી અને એક દિલચસ્પ કેપ્શન પણ લખ્યું હતું

હૈદરાબાદઃ ચર્ચિત ફિલ્મસીરીઝ બાહુબલીના નિર્દેશક એસએસ રાજામૌલીની આગામી બહુપ્રતીક્ષિત ફિલ્મ આરઆરઆરની રાહ જોઇ રહેલા સિનેપ્રેમિયો માટે ખુશખબર છે. આ બહુભાષી એક્શન ડ્રામા ફિલ્મના નિર્માતાઓએ અભિનેતા જૂનિયર એનટીઆરના જન્મદિવસ પર નવું પોસ્ટર રિલીઝ કર્યું છે.

આ પણ વાંચોઃ RRR ફિલ્મમાં અજય દેવગનનો ફર્સ્ટ લુક રિલિઝ થયો

જૂનિયર એનટીઆર દ્વારા નિભાવવામાં આવેલા કોમારામ ભીમની પાત્રતાની ઝલક આપી રહ્યું છે

આ પોસ્ટરમાં ફિલ્મમાં જૂનિયર એનટીઆર દ્વારા નિભાવવામાં આવેલા કોમારામ ભીમની પાત્રતાની ઝલક આપી રહ્યું છે. જણાવવામાં આવે છે કે, આ પહેલા પણ ફિલ્મના બીજા કિરદારો અજય દેવગણ, આલિયા ભટ્ટ અને રામચરણનું પ્રથમ લુક તેમના જન્મદિવસે જ જાહેર કરવામાં આવ્યું હતું.

જૂનિયર એનટીઆરનું ચરિત્ર કોમારામ ભીમને પોતાના ચહેરા પર ભાલો ફેંકતા નજરે આવી રહ્યા છે

જો કે, એસએસ રાજામૌલીએ તાજેતરમાં જ એક ટ્વીટ કર્યું હતું જેમાં તેમણે આ પોસ્ટર રિલીઝ કર્યું હતું. પોસ્ટરમાં તમે જોઇ શકો છો કે, જૂનિયર એનટીઆરનું ચરિત્ર કોમારામ ભીમને પોતાના ચહેરા પર ભાલો ફેંકતા નજરે આવી રહ્યા છે. આ સાથે જ તેમણે એનટીઆરના જન્મદિવસની શુભેચ્છા પાઠવી અને એક દિલચસ્પ કેપ્શન પણ લખ્યું હતું. તેમણે લખ્યું હતું કે, મારા ભીમનું દિલ સોના જેવું છે, પરંતું તે જ્યારે વિદ્રોહ કરે છે તો તે એક મજબૂત અને સાહસી મનુષ્યની જેમ ઉભો રહે છે.

આરઆરઆર ફિલ્મ દક્ષિણ સિવાય ઉત્તર ભારતીય માટે પણ ઘણી મહત્વની છે

એસએસ રાજામૌલીની ફિલ્મ આરઆરઆર દક્ષિણ સિવાય ઉત્તર ભારતીય માટે પણ ઘણી મહત્વની છે. કારણ કે આમાં રામચરણ અને જૂનિયર એનટીઆર સિવાય હિંન્દી ફિલ્મના અભિનેતા અજય દેવગણ અને આલિયા ભટ્ટ પણ સારી ભૂમિકામાં છે.

ફિલ્મની કહાણી દેશમાં આઝાદી પહેલાના વર્ષ 1920ની આસપાસની છે

આ એક પીરિયડ ડ્રામા ફિલ્મ છે, જેની કહાણી દેશમાં આઝાદી પહેલાના વર્ષ 1920ની આસપાસની છે. આ કહાણી દેશની આઝાદીમાં ભાગ લેનારા અલ્લૂરી સીતારામા રાજૂ અને કોમારામ ભીમ બે ક્રાંતિકારીઓની છે. રાજામૌલીએ તમિલ, તેલૂગૂ, કન્નડ અને મલયાલમ સિવાય ફિલ્મને હિન્દીમાં પણ રિલીઝ કરવાનું વિચાર્યું છે.

આ પણ વાંચોઃ 'RRR'નું નવું પોસ્ટર રિલીઝ થયું, નિર્માતાઓએ ઉગાદીના તહેવાર નિમિત્તે ચાહકોને આપી ભેટ

તમારા પ્રેમના કારણે હું જલ્દી જ કોરોના નેગેટિવ આવી જઇશઃ જૂનિયર એનટીઆર

ઉલ્લેખનિય છે કે, જૂનિયર એનટીઆરે પોતાના જન્મદિવસ પર લોકો પાસે એક ખાસ ગીફ્ટ માગી હતી. તેમણે લખ્યું હતું કે, તમને બધાને ધન્યવાદ, મને બધાના સંદેશ અને વીડિયો મળી રહ્યા છે. તમારા પ્રેમના કારણે હું જલ્દી જ કોરોના નેગેટિવ આવી જઇશ.

આપણો દેશ હજુ પણ કોરોના મહામારી સામે જંગ લડી રહ્યો છે

જૂનિયર એનટીઆરે લોકોને અપીલ પણ કરી તે આ મહામારીના સમયમાં તમારા પાસે હું એક જ સૌથી મોટી ગીફ્ટ માગવાનું વિચારૂ છું. તમે ઘરે રહીને સુરક્ષિત રહો અને લોકડાઉનના નિયમોનું પાલન કરો. આપણો દેશ હજુ પણ કોરોના મહામારી સામે જંગ લડી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.