ETV Bharat / sitara

'ગલીબોય જોઈ મારા રુવાડા ઉભા થઈ ગયા': આફ્રિકી ક્રિકેટર જોન્ટી રોડસ - ગલીબોય

મુંબઈઃ સાઉથ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર જોન્ટી રોડસે બોલીવુડ ફિલ્મ 'ગલીબોય' જોઈ ફિલ્મને ખૂબ વખાણી હતી. આ સાથે જ રોડસેએ કહ્યું હતું કે, આ ફિલ્મે તેમને હસાવ્યાં અને રડાવ્યાં હતા. તેમજ ફિલ્મની સ્ટોરી અને અસરકાર રજૂઆત જોઈને તેમના રુવાડા ઉભા થઈ ગયા હતાં.

Gully Boy
Gully Boy
author img

By

Published : Jan 20, 2020, 2:24 AM IST

સાઉથ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર જોન્ટી રોડસે રણવીર સિંહ સ્ટારર બોલીવુડ ફિલ્મ 'ગલીબોય' જોઈ ફિલ્મની ખૂબ જ પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, "આ ફિલ્મે તેમને હસાવ્યા અને રડાવ્યા હતા. તો ફિલ્મની ચોંટાદાર રજૂઆત જોઈને તેમના રુવાડા ઉભા થઈ ગયા હતા."

જોન્ટી રોડસે ગત વર્ષે ભારત આવ્યા ત્યારે સિદ્ધાંત ચતુર્વેદીને મળ્યા હતા. સિદ્ધાંત ચતુર્વેદીએ ગલીબોયમાં એમસી શેરનું પાત્ર ભજવ્યું હતું. જોન્ટીને ફિલ્મનું સંગીત પણ ખૂબ જ પસંદ આવ્યું હતું. તાજેતરમાં તેઓ ભારત આવ્યા અને આ ફિલ્મ જોઈને તેના વિશે પ્રતિક્રિયા આપી હતી.

ફિલ્મ વિશે વાત કરતાં રોડસે કહ્યું હતું કે, 'હું જ્યારે સિદ્ધાંતને મળ્યો ત્યારથી તેનું મ્યુઝિક સાંભળતો હતો. આખરે મેં આખી ફિલ્મ જોઈ જ લીધી. સબટાઈટલ્સ માટે આભાર માનું છું. ફિલ્મ જોઈને મારા રુવાડા ઉભા થઈ ગયા હતા. કારણ કે, આ ફિલ્મમાં તમામ પ્રકારની લાગણીને યોગ્ય રીતે રજૂ કરવામાં આવી છે. જેને મને હસાવ્યો અને રડાવ્યો છે.'

ટ્વિટર પર ફિલ્મની પ્રતિક્રિયા આપતા તેમણે ફિલ્મની સ્ટારકાસ્ટને ટેગ કર્યા હતા. ત્યારબાદ પોસ્ટ પર જવાબ આપતાં સિદ્ધાંત ચતુર્વેદીએ કહ્યું હતું કે,'ઓ.. હા.. મને આનંદ થયો કે તેમને આ ફિલ્મ પસંદ આવી.'

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.