2 મિનિટ 55 સેકેન્ડના આ ટ્રેલરની શરુઆત એન્કાઉન્ટર કરવાની તૈયારીથી થાય છે. જેમાં જૉન પોતાના સાથીઓ સાથે નજર આવે છે ત્યાર બાદ ગોળીબાર ચાલુ થઇ જાય છે.
ટ્રેલરમાં મૃણાલ ઠાકુર અને નોરા ફતેહી પણ મહત્વની ભુમિકામાં જોવા મળી રહ્યા છે. થોડા દિવસ પહેલા આ ફિલ્મનું ટીઝર પણ રીલીઝ કરવામાં આવ્યું હતું.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
આ ફિલ્મ વિશે વાત કરવામાં આવે તો આ વર્ષે 2008માં દિલ્હીમાં A-18માં બાટલા હાઉસમાં થયેલા એન્કાઉન્ટર પર આધારિત સત્ય ઘટના આ ફિલ્મમાં જોવા મળશે. આ દરમિયાન બાટલા હાઉસમાં હાજર ઇન્ડિયન મુજાહિદ્દાનના 4 આતંકવાદીઓ વિરુદ્ધ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ ફિલ્મ આ ઘટનાને ધ્યાનમાં લઇને આ ફિલ્મ બનાવવામાં આવી છે.
આ પહેલા પણ જૉન દેશભકિતની ફિલ્મમા જોવા મળ્યો છે, જેમ કે "સત્યમેવ જયતે" અને "પરમાણુ". નિખિલ આડવાણીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ સ્વતંત્રતા દિવસના અવસરે 15 ઓગસ્ટે રીલીઝ થશે.