સલમાન ખાન એક માત્ર આરોપી હતા કે, જેમણે ઓક્ટોબર 1998માં ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ના શૂટિંગ દરમિયાન જોધપુર પાસે આવેલા કનકની ગામના બે કળિયાર હરણનો શિકાર કર્યો હતો. જેમાં તેઓ દોષી જાહેર થયા હતા. ગયા વર્ષે સલમાનને આર્મ્સ એક્ટ કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો. આ દરમિયાન સલમાન ખાને પોતાનું લાઈસન્સ કોર્ટમાં જમા કરાવવાનું હતું. સલમાને કોર્ટમાં એફિડેવિટ જમા કરાવતા દલીલ કરી હતી કે, તેનું લાઈસન્સ ખોવાઈ ગયું છે. તેની પર આરોપ હતો કે, સલમાન પાસે લાઈસન્સ છે અને તેણે રિન્યૂ માટે આપ્યું છે. સલમાનની એફિડેવિટને ખોટી ગણાવવામાં આવી હતી અને કોર્ટે આ કેસમાં ચુકાદો આપ્યો હતો.
11 જૂને સીજેએમ ગ્રામીણ કોર્ટમાં સુનાવણી થઈ હતી. આ સમય દરમિયાન સલમાનના વકીલે કોર્ટમાં કહ્યું હતું કે, સલમાનનો ઈરાદો કોઈ પણ રીતે ખોટી એફિડેવિટ કરાવવાનો નહોતો. તેની વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરવી યોગ્ય નથી. ફરિયાદી પક્ષે આરોપ લગાવ્યો હતો કે સલમાન ખાનની એફિડેવિટ ખોટી છે અને તેણે કોર્ટને ગુમરાહ કરવા માટે આમ કર્યું હતું. સલમાન પર આઈપીસીની 340 કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે. આ કેસની સુનાવણી 17 જૂને સેશન કોર્ટમાં થઈ હતી. જેમાં કોર્ટે સલમાનને એફિડેવિટ કેસમાં નિર્દોષ જાહેર કર્યો હતો.