મુંબઇ: બંગાળી સ્ટાર જીશુ સેનગુપ્તા કહે છે કે સ્ટાર કિડ હોય કે નહીં, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં રહેવું માત્ર પ્રતિભા અને ભાગ્ય પર નિર્ભર છે.
નવી ઓટીટી રિલીઝ ફિલ્મ 'શકુંતલા દેવી'માં વિદ્યા બાલાનના સહ-અભિનેતા જીશુએ બંગાળી સિનેમામાં મોટી સફળતા મેળવી છે.
જીશુએ વધુમાં કહ્યું કે, જો હું મારી પુત્રીને ટેકો આપું છું અને તેની સાથે ફિલ્મો બનાવું છું, જો મને લાગે છે કે તે આમાં સારૂ પ્રદર્શન કરી શકે છે તો તેમાં ખોટું શું છે. મને નથી લાગતું કે કોઈ સમસ્યા છે. મને ખબર નથી કે તે નેપોટીપઝમ છે કે નહીં, પરંતુ હું મારી પુત્રીને મદદ કરીશ. પરંતુ માત્ર એ શરત પર કે તેણે પ્રતિભાશાળી બનવું છે અને તેણે પોતાને એક કલાકાર તરીકે સાબિત કરવું પડશે. "
તેમણે ઉમેર્યું, "જો કંઇક ખોટું થઈ રહ્યું છે, તો તમારે વિરોધ કરવો જોઈએ, પરંતુ તમારે પુરાવા વગર અન્ય વિશે કોઈ ધારણા બનાવવી જોઈએ નહીં. એવું મારુ માનવું છે."
બંગાળી ફિલ્મોમાં પોતાની ઓળખ બનાવવા ઉપરાંત જીશુએ બોલિવૂડમાં 'મર્દાની', 'બર્ફી', 'પીકુ' અને 'મણિકર્ણિકા: ધ ક્વીન ઓફ ઝાંસી' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.