ETV Bharat / sitara

જાન્હવી કપૂરની સાવકી બહેન અન્શૂલા છે તેની સૌથી મોટી ક્રિટિક - અન્શૂલા કપૂર

જાન્હવી કપૂરે ખુલાસો કર્યો છે કે, તેના પરિવારમાં તેની સાવકી બહેન સૌથી મોટી વિવેચક છે. તેની નાની બહેન ખુશી કપૂર તેના કાર્યનું પ્રમાણિકપણે મૂલ્યાંકન કરતી હોય છે, પરંતુ જ્યારે નિર્દય વિવેચનની વાત આવે ત્યારે તેની સાવકી બહેન અન્શૂલા કપૂરનું નામ સામે આવે છે.

જાન્હવી કપૂર
જાન્હવી કપૂર
author img

By

Published : Mar 22, 2021, 3:03 PM IST

મુંબઈ: જાન્હવી કપૂર, જે પોતાની જાતની સૌથી મોટી ટીકાકાર છે, તેના પરિવારમાં અન્ય એક સભ્ય છે, જે અભિનેત્રીના કામ વિશે અભિપ્રાય શેર કરતી વખતે સંકોચ કરતી નથી.

અન્શૂલા આપે છે નિર્દય રીતે રિવ્યુ

જાન્હવીને જ્યારે પૂછવામાં આવ્યું હતું કે કુટુંબમાં કોણ તેનો અરીસો બતાવવામાં સક્ષમ છે તેના જવાબમાં જાન્હવીએ કહ્યું કે, ખુશી પ્રામાણિક છે પરંતુ તે તેની મોટી સાવકી બહેન અન્શૂલા કપૂર નિર્દય રીતે નિખાલસ છે. તેણે વધુમાં જણાવ્યું હતું કે, "ખુશી મારી ફિલ્મોમાં હું શું અને કેવી રીતે કરું છું તે વિશે ખૂબ પ્રામાણિક છે. તે ક્યારેય મારી ખોટી પ્રશંસા કરતી નથી. પરંતુ અન્શૂલા દીદી ખૂબ જ નિર્દય રીતે પોતાના મંતવ્યો આપે છે."

આ પણ વાંચો:જાન્હવી કપૂરે પોતાની ફિલ્મ રૂહીના પ્રદર્શન માટે તેના આસિસ્ટન્ટના પરિવારને આપ્યુ આમંત્રણ

ટીકાને રચનાત્મક રીતે લે છે અન્શૂલા

જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તે ફિલ્મની સમીક્ષાઓને કેટલી ગંભીરતાથી લે છે ત્યારે તેણે જણાવ્યું હતું કે, "હું ફિલ્મ રિવ્યુ વાંચુ છું અને ટીકાને રચનાત્મક રીતે લઉં છું. તે મારા માટે ખુશામત કરતાં વધારે મહત્વનું છે."

આ પણ વાંચો:જાહ્નવી કપૂરને આવી રહી છે વારાણસીની યાદ, શેર કર્યો જૂનો વીડિયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.