હૈદરાબાદ: અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ ફરી એકવાર ચર્ચામાં આવી છે. જેકલીનની 200 કરોડના ઠગ સુકેશ ચંદ્રશેખર (Jacqueline having romance with thug Sukesh) સાથે રોમાંસની નવી તસવીર સોશિયલ મીડિયા પર જોર પકડી રહી છે. આ તસવીરમાં ઠગ સુકેશ અભિનેત્રીને નાક પર કિસ કરતો જોવા મળી રહ્યો છે. વાયરલ તસવીરમાં જેકલીનના ગળા પર લાલ નિશાન (લવ-બાઈટ) પણ છે. હવે આ તસવીર સોશિયલ મીડિયા (Jacqueline sukesh viral pictures) પર આગ કરતાં પણ ઝડપથી ફેલાઈ રહી છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
તસવીરમાં સુકેશ અને જેકલીન એકબીજાની ખૂબ નજીક
આ તસવીરમાં સુકેશ અને જેકલીન એકબીજાની ખૂબ નજીક સૂઈ રહ્યાં છે અને સુકેશ એક્ટ્રેસને કિસ કરી રહ્યો છે. જેકલીન મનમા ને મનમા હસી રહી છે. આ તસવીરમાં સૌથી વધુ ધ્યાન અભિનેત્રીના ગળા પરના નિશાન પર જાઈ છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ નિશાનને લવ બાઈટનું નામ આપી રહ્યા છે.
જેકલીને ક્રિસમસ પર ઘરે જવાની પરવાનગી માંગી હતી
તાજેતરમાં જ જેકલીને ક્રિસમસ પર ઘરે (શ્રીલંકા) જવાની પરવાનગી માંગી હતી, પરંતુ EDએ તેને મંજૂરી આપી ન હતી. ETimes ના અહેવાલ મુજબ જેક્લિને અંગત અને વ્યાવસાયિક કારણોસર વિદેશ (ભારતની બહાર) જવાની પરવાનગી પણ માંગી હતી, પરંતુ અહીં પણ તે નિષ્ફળ રહી હતી.
સુકેશ પર 200 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેસની ચાલી રહેલી તપાસને કારણે એજન્સીએ તેને દેશની બહાર જવાની મંજૂરી આપી નથી. તમને જણાવી દઈએ કે, સુકેશ પર 200 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ છે.
જેકલીનને કરોડો રૂપિયાની ગિફ્ટ્સ આપી
આ મામલામાં જેકલીન સુકેશ સાથે સંબંધિત છે કે ઠગએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, તેણે જેકલીનને કરોડો રૂપિયાની ગિફ્ટ્સ આપી હતી, ત્યારપછી ED જેકલીન પર નજર રાખી રહી છે. આ કેસમાં EDએ જેકલીનને અનેક વખત પૂછપરછ માટે સમન્સ પણ પાઠવ્યું છે.
સુકેશના આરોપો પર જેક્લિને EDને જણાવ્યું
સુકેશના આરોપો પર જેક્લિને EDને જણાવ્યું હતું કે, સુકેશે તેની બહેનને 1.50 લાખની લોન આપી હતી. જેકલીનના આ નિવેદનને ખોટું ગણાવતા સુકેશે જણાવ્યું હતું કે, તેણે જેકલીનના ખાતામાં 1.80 લાખ ડોલર ટ્રાન્સફર કર્યા હતા અને 52 લાખના ઘોડા સહિત કરોડો રૂપિયાની ઘણી ભેટો પણ આપી હતી.
આ પણ વાંચો:
Money Laundering Case: ઠગ સુકેશની 'બોલિવૂડ ગેંગ', જેકલીન-નોરાથી માંડીને આ સ્ટાર્સના લીધા નામ