અભિનેતા ઈશાન ખટ્ટરે બોડીને પરફેક્ટ શૅપમાં લાવવા માટે ઘણી મહેનત કરી છે. જેની તસવીરો તેણે પોતાના ઈન્સ્ટાગ્રામમાં શેર કરી છે. આ તસ્વીરમાં તેની પહેલી ફિલ્મ 'બિયૉન્ડ ધ ક્લાઉડ્સ' અને ત્રીજી ફિલ્મ ખાલીપીલી દરમિયાન કરેલું બૉડી ટ્રાન્સફોર્મેશન દર્શાવ્યું છે.
આ તસવીરની કેપ્શનમાં તેણે લખ્યું છે કે, "બિયૉન્ડ ધ ક્લાઉડ્સ' ફિલ્મ વખતની કેટલીક જૂની તસવીર મળી. આ બે તસવીર મારી પહેલી અને ત્રીજી ફિલ્મ સુધીની સફરનો એક ભાગ છે. મિત્રો મારી ફિલ્મી સફરમાં મદદરૂપ થતા રહેજો. ટૂંક જ સમયમાં 'ખાલીપીલી' ફિલ્મ આવી રહી છે. આશા છે કે તમને તે પસંદ આવશે"....