ETV Bharat / sitara

અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના નિધન પર ઇરફાન ખાનની પત્નીએ આપી પ્રતિક્રિયા - અભિનેતા ઇરફાન ખાનની પત્ની સુતાપા સિકદર

અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મોત અંગેના જુદા-જુદા નિવેદન સામે આવી રહ્યા છે. જે બાદ અભિનેતા ઇરફાન ખાનની પત્ની સુતાપા સિકદરે ફેસબુક પર એક પોસ્ટ કરી હતી. તેમણે કહ્યું કે અમે મૃતકો અને જીવતા લોકોને માન આપવાનું ભૂલી ગયા છીએ.

સુતાપા સિકદર
સુતાપા સિકદર
author img

By

Published : Jun 22, 2020, 5:40 PM IST

મુંબઈ: બોલિવૂડ અભિનેતા ઇરફાન ખાનની પત્ની સુતાપા સિકદરે બોલિવૂડ સ્ટાર સુશાંત સિંહ રાજપૂતના મોત અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી.સુશાંતે 34 વર્ષની ઉંમરે 14 જૂને તેમના બાંદ્રાના ઘરે પર આત્મહત્યા કરી હતી. જેના કારણે તેના પરિવારજનો, મિત્રો અને ચાહકોને દુ:ખ થયું હતું.

આ સાથે જ સુશાંતના નિધન બાદ બોલિવૂડ ઇન્ડસ્ટ્રી વિશે પણ જુદા જુદા નિવેદનો આપવામાં આવી રહ્યા છે. ત્યારે ઇરફાન ખાનની પત્ની સુતાપા સિકદારે ફેસબુક પર પોસ્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે.

સુતાપા સિકદર
સુતાપા સિકદર

આ પોસ્ટમાં સુતાપાએ લખ્યું છે કે, 'દુ :ખ સાથે વ્યવહાર કરવાથી ક્યારેક તમને અન્ય લોકો માટે દયાળુ બનાવી દે છે.તમે પીડાથી કંઈક શીખી શકો છો. મને ખુબ દુ:ખ થયું જ્યારે સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ બાદ લોકોએ સહાનુભૂતિ દાખવાની જગ્યાએ તેઓ પોતાના વિશે વિચારે છે. અમે મૃતકો અને જીવંત લોકોનો આદર કરવાનું ભૂલી ગયા છીએ.

સુતાપા સિકદર
સુતાપા સિકદર

હાલમાં સુતાપાએ કમળના ફૂલોનો ફોટો શેર કર્યો છે અને ઇરફાન ખાનને યાદ કર્યો છે.આ સાથે જ તેમના માટે ભાવનાત્મક કેપ્શન પણ લખ્યું હતું.તેમણે લખ્યું, "આ કમળનો ફૂલ તેમને યાદ છે ઇરફાન... તેને ખીલવાની એક જગ્યા બનાવવા માટે તમને ઘણી પીડા થઇ હતી."

સુતાપા સિકદરની આ પોસ્ટ પર ચાહકો પણ ઘણી ટિપ્પણી કરી રહ્યા છે. આ પ્રથમ વખત નથી જ્યારે ઇરફાનની પત્નીએ તેમને યાદ કરી પોસ્ટ લખી હોય.આ આગકાઉ પણ ઇરફાન દ્વારા લગાવવામાં આવેલા વૃક્ષોના ફોટો તેણે શેર કર્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.