ETV Bharat / sitara

ઇરફાનના પુત્ર બાબિલે કર્યો ખુલાસો, ભારતીય સિનેમાની કઇ પરિસ્થિતિ સામે લડી રહ્યા તેમના પિતા

બૉલીવુડના દિગ્ગજ અભિનેતા ઇરફાન ખાને 29 એપ્રિલ 2020ના રોજ દુનિયાને અલવિદા કહ્યું હતું. ઇરફાનના નિધન બાદ તેમનો પુત્ર બાબિલ સોશિયલ મીડિયો પર તેમના પિતા વિશે ઘણી વાતો શેર કરતો રહે છે. હાલમાં જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચાલી રહેલા નેપોટિઝમના મુદ્દા પર બાબિલે એક દમદાર પોસ્ટ શેર કરી છે. જે અંતર્ગત બાબિલે કહ્યું કે, તેમના પિતા કઇ-કઇ પરિસ્થિતિથી હાર્યા હતા.

bollywood news
ઇરફાન ખાન
author img

By

Published : Jul 9, 2020, 6:54 PM IST

મુંબઇઃ બૉલીવુડ એક્ટર સુશાંતસિંહ રાજપૂતના મોત બાદ ઇન્ડસ્ટ્રીનું અસલી રૂપ સામે આવી રહ્યું છે. દરેક વ્યક્તિ નેપોટિઝમ, ફેવરેટિઝમ, ઇન્ડસ્ટ્રીમાં થનારા ભેદભાવ અને તેના વિશે લોકો વાત કરી રહ્યા છે.

સેલેબ્સ પણ સોશિયલ મીડિયા પર પોતાનો મત રજૂ કરી રહ્યા છે. ઇરફાનના નિધન બાદ તેમનો પુત્ર બાબિલ સોશિયલ મીડિયા પર તેમના પિતા વિશે ઘણી વાત શેર કરતો રહે છે. હાલમાં જ તેમણે નેપોટિઝમના મુદ્દાને લઇ એક પાવરફુલ પોસ્ટ શેર કરી છે.

આ પોસ્ટમાં તેમણે કહ્યું કે, ઇરફાન સિનેમા જગતના કેટલાંક દશ્યો વિરુદ્ધ અવાજ ઉઠાવતા રહ્યા પરંતુ છેલ્લે તે હારી ગયા. આ સાથે જ બાબિલે 2 તસવીર પણ શેર કરી છે.

આ તસવીરમાં બાબિલ પોતાના પિતા સાથે જોવા મળી રહ્યા છે. ફોટો શેર કરી બાબિલે લખ્યું કે, શું તમે જાણો છો કે મારા પપ્પાએ મને સિનેમા સ્ટૂડન્ટ સંબંધિત કઇ વાતની શીખવી હતી.?

આ વિશે બાબિલે આગળ વાત કરતા વધુમાં જણાવ્યું કે, ‘ફિલ્મ સ્કૂલ જવા પહેલા તેમણે મને ચેતવણી આપી હતી કે, મારે જાતે જ સાબિત કરવું પડશે. કારણ કે બૉલીવુડ દુનિયાના સિનેમા જગતમાં ક્યારેક જ સન્માનિત થાય છે. તો એવા સમયે મારે ભારતીય સિનેમા વિશે કઇંક જણાવવું જોઇએ, જે બૉલીવુડના કંટ્રોલની બહાર છે. દુર્ભાગ્યવશ મારા ક્લાસ પણ આવું જ થયું. બૉલીવુડ માટે કોઇ સમ્માનની વાત ન હતી. 60-90ના દશકામાં ભારતીય સિનેમાને લઇને કોઇ પણ પ્રકારની જાગૃતતા ન હતી.’

બાબિલે તેમના પિતાના સંઘર્ષ વિશે લખ્યું કે, ‘મારા પિતાએ બૉલીવુડની મુશ્કેલ પરિસ્થિતિમાં પણ અભિનયની કલાને સમજાવવામાં જિંદગી લગાવી હતી. પરંતુ તે તમામ સમય બૉક્સ ઑફિસ પર 6 પેક્સ એબ્સથી હારતા રહ્યા. હારતા રહ્યા તેઓ હાસ્યાસ્પદ વનલાઇનર એક્ટરથી, ફિજિક્સના નિયમનોને પકડાક આપવાવાળા, ફોટોશોપ્ડ આઇટમ્સ સોન્ગથી, સેક્સિઝમથી અને પિતૃસતાના તેમના જૂના સંમેલનથી...કારણ કે, આપણે એક ઑડિયન્સની રીતે બધા તેમને પસંદ કરતા હતા. આપણે લોકોને માત્ર એન્ટરટેનમેન્ટ જોઇતું હતું. એટલા માટે આપણા વિચારમાં કોઇ બદલાવ જોવા મળ્યો નથી.’

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.