ETV Bharat / sitara

બોલિવૂડની ક્વીન કંગના રાણાવત વિશે જાણો જાણી અજાણી વાતો - अंतरराष्ट्रीय महिला दिवस

21મી સદીમાં બોલીવુડની સિલ્વર સ્ક્રીન પર કેટલીક મહિલાઓઓ પોતાના મેહનત બતાવી છે.આ અંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર ETV ભારતની તરઉથી બોલીવુડની તે મહિલાઓને સલામ કરે છે જેમણે પોતાના દમ પર ઉમ્દા મિસાલ પેશ કરી છે.

બોલિવૂડની ક્વીન કંગના રાણાવત વિશે જાણો જાણી અજાણી વાતો

author img

By

Published : Mar 5, 2020, 11:52 PM IST

મુંબઈ: વિખ્યાત કવિ કૈફી આઝમીએ તેમના કાવ્ય ‘ઔરત’માં લખ્યું છે,

"તુજ મેં શોલે ભી હૈં બસ અશ્ક ફિશાની હી નહીં,

તુ હકીકત ભી હૈ દિલચસ્પ કહાની હી નહીં,

તેરી હસ્તી ભી હૈ એક ચીઝ, જવાની હી નહીં”

અર્થાત્, એક સ્ત્રી ગમે તેવા મુશ્કેલ માર્ગ પર ચાલવાની ક્ષમતા ધરાવે છે અને પોતાના કૌશલ્ય અને પરિશ્રમ થકી પોતાનાં લક્ષ્યો સિદ્ધ કરે છે. આ શબ્દોનું જીવતું જાગતું ઉદાહરણ એટલે બોલિવૂડની ક્વીન કંગના રાણાવત.

બોલિવૂડની ક્વીન કંગના રાણાવત વિશે જાણો જાણી અજાણી વાતો
બોલિવૂડની ક્વીન કંગના રાણાવત વિશે જાણો જાણી અજાણી વાતો

પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કંગના રાણાવતે ફિલ્મોમાં તેના પરફોર્મન્સ થકી હર કોઇને પ્રભાવિત કર્યા છે. તેનું વ્યક્તિત્વ પણ તેટલું જ પ્રેરણાદાયક છે. તેની જીવનગાથા કદીયે એટલી સરળ રહી નથી. કંગનાના જીવનની ઝાંખી તમને વિવાદ, પરિશ્રમ અને પ્રસિદ્ધિનો આસ્વાદ કરાવશે.

એક બહારની વ્યક્તિથી લઇને બોલિવૂડની ક્વીનનું ટાઇટલ મેળવવા સુધીની સફરમાં કંગનાએ દેશનો પાંચમા ક્રમનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર – પદ્મશ્રી મેળવ્યો છે, જે તેના એક પણ સમકાલીન બોલિવૂડ કલાકારે મેળવ્યો નથી.

આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે, અમે આ અદ્વિતીય અભિનેત્રીને સલામ કરીએ છીએ, જેણે ફિલ્મોમાં પોતાના પર્ફોર્મન્સથી દરેક વખતે દર્શકોને પ્રભાવિત કર્યા છે તેમજ અન્ય ઘણાં લોકોને પોતાના કરિશ્માતી વ્યક્તિત્વથી પ્રેરણા પૂરી પાડી છે.

હિમાચલ પ્રદેશના એક નાના એવા કસ્બામાં કંગનાનો જન્મ થયો હતો. બાળપણથી જ સ્વતંત્ર વિચારસરણી ધરાવનારી કંગનાનો ઉછેર રૂઢિચુસ્ત વાતાવરણમાં થયો હોવા છતાં કંગનાએ દ્રઢ નિશ્ચય કર્યો અને 16 વર્ષની વયે, પોતાની જીંદગી પોતાની શરતો પર જીવવા માટે ઘર છોડીને દિલ્હી આવી પહોંચી.

દિલ્હી પહોંચ્યા પછી શરૂ થયો સંઘર્ષનો તબક્કો. કંગનાએ પાર્ટ ટાઇમ જોબ તરીકે મોડેલિંગનો સહારો લીધો. થોડા સમય પછી કંગનાએ થિયેટર ડિરેક્ટર અરવિંદ ગૈરની વર્કશોપમાં પ્રવેશ મેળવ્યો અને તેણે એક્ટિંગની સઘન તાલીમ મેળવવા માંડી.

કંગનાએ ઘણી ફિલ્મો માટે ઓડિશન આપ્યું હતું, જેમાં અનુરાગ બાસુની 2006ની થ્રિલર ગેંગસ્ટરનો પણ સમાવેશ થાય છે. આ ફિલ્મ અગાઉ ચિત્રાંગદા સિંઘને ઓફર કરવામાં આવી હતી, પરંતુ ચિત્રાંગદાએ છેલ્લી ઘડીએ ફિલ્મ કરવાનો ઇનકાર કરી દીધો હતો અને આમ, બોલિવૂડને વધુ એક સર્જનાત્મક પ્રતિભા મળી.

ફિલ્મ તરત જ હિટ થઇ ગઇ અને ઓડિયન્સે કંગનાના કામના ભરપૂર વખાણ કર્યા. ત્યાર બાદ ફિલ્મ આવી ‘વો લમ્હે’ અને ‘લાઇફ ઇન અ ... મેટ્રો. આ બંનેએ ફિલ્મોએ પણ બોક્સ ઓફિસ પર સારો દેખાવ કર્યો. મધુર ભંડારકરની ફિલ્મ ‘ફેશન’ કંગનાના જીવનનો ટર્નિંગ પોઇન્ટ સાબિત થઇ. આ ફિલ્મમાં ફિલ્મની મૂળ નાયિકા પ્રિયંકા ચોપરા કરતાં પણ કંગનાના અભિનયની વધુ પ્રશંસા થઇ.

2011માં કંગના ‘તનુ વેડ્ઝ મનુ’ સાથે ફરી વખત સિલ્વર સ્ક્રીન પર દેખાઇ. તેનું પાત્ર તનુ ઓડિયન્સ માટે તાજી હવાથી લીધેલા શ્વાસ જેવું હતું, કારણ કે લોકોને ગર્લ નેક્સ્ટ ડોરની ઇમેજ સાથે કંગનાનો બિન્દાસ્ત અને નિડર અવતાર ગમી ગયો હતો.

2013નું વર્ષ તેના કરિયર ગ્રાફમાં એક સીમાચિહ્નરૂપ હોય તેમ જણાય છે. અભિનેત્રીએ વિકાસ બહેલની ફિલ્મ ‘ક્વીન’ વડે ફરી એક વખત દર્શકોની વાહવાહી મેળવી. આ ફિલ્મે કંગનાને બોલિવૂડની ક્વીનનું ટાઇટલ અપાવ્યું. ફિલ્મમાં કંપની રાનીનું પાત્ર ભજવે છે. રાનીનાં લગ્ન રદ થતાં તે એકલી જ પોતાના હનીમૂન પર જાય છે. પાત્રની સરળતા તથા વિવિધ પરિસ્થિતિમાં તેના ભોળપણે દર્શકોનાં દિલ જીતી લીધાં હતાં.

તનુ વેડ્ઝ મનુ રિટર્ન્સમાં અભિનેત્રીએ બે જુદાં જુદાં પાત્રો ભજવ્યાં હતાં. એક, એ જ જૂની તનુ અને બીજી, કુસુમ કુમારી ઊર્ફે દત્તો.

કંગના પોતાના ઉત્કૃષ્ટ અભિનયથી દર્શકોનાં દિલ જીતી લે છે, એટલું જ નહીં, તેની ફિલ્મો પણ બોક્સ ઓફિસ પર ચમત્કાર સર્જે છે. ઐતિહાસિક પિરીયડ ડ્રામા ફિલ્મ મણિકર્ણિકાઃ ધ ક્વીન ઓફ ઝાંસીએ બોક્સ ઓફિસમાં આશરે 90 કરોડનું કલેક્શન કર્યું હતું. આ ઉપરાંત, ક્રિશ 3 તથા તનુ વેડ્ઝ મનુ રિટર્ન્સ પણ સો કરોડની ક્લબમાં પ્રવેશનારી ફિલ્મો હતી.

કંગના તેના જીવનમાં અંગતપણે તેમજ વ્યાવસાયિક રીતે ઘણા વિવાદો અને આકરી ટીકાઓમાંથી પસાર થઇ છે. તેનું જીવન બહારથી દેખાય છે તેટલું સુંવાળું કદી પણ નથી રહ્યું.

આદિત્ય પંચોલી સાથેના અપમાનજનક સંબંધો અને હૃતિક રોશન સાથેનો બહુ વગોવાયેલા અફેરના મામલાઓએ દિવસો સુધી કંગનાનો પીછો નહોતો છોડ્યો. તેને કરન જોહર સાથે નેપોટિઝમ મામલે ઘર્ષણ થયું હતું. કંગનાએ ગ્લેમર અને ચમક દમકની દુનિયામાં પગ મૂક્યો, ત્યારથી તેનું જીવન વિવાદો વચ્ચે ઘેરાયેલું રહ્યું છે.

પરંતુ, આ તમામ વિપરિતતાઓ છતાં કંપનાએ અથાગ પરિશ્રમ અને નિષ્ઠાથી અત્યારે તે જ્યાં પહોંચી છે, તે મુકામ હાંસલ કર્યો છે. કંગનાની બહેન રંગોલી ચંદેલે ટ્વિટર પર એક ચોંકાવનારી પોસ્ટમાં રહસ્યોદઘાટન કર્યું હતું કે, કંગના તેના પરિવારનું અણવાંછિત સંતાન હતી, કારણ કે, તેના જન્મ સમયે તેનાં માતા-પિતા પુત્ર જન્મશે તેવી અપેક્ષા સેવી રહ્યાં હતાં.

અણવાંછિત, ક્રેઝી અને વિવાદાસ્પદ કંગનાએ ઇન્ડસ્ટ્રી બહારની વ્યક્તિ ભાગ્યે જ જે વિશે વિચારી શકે, તેવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. કંગનાને મન પોતાના સિદ્ધાંતો તથા વિચારોનું ભારે મહત્વ છે. એક વખત કંગનાએ એક ફેરનેસ ક્રીમની લાખો રૂપિયાની એડવર્ટાઇઝ જતી કરતાં જણાવ્યું હતું કે, વ્યક્તિ કદી પણ પોતાની ત્વચાના રંગથી ચઢિયાતી કે ઊતરતી હોતી નથી.

કંગનાનું પાત્ર પણ તેની બહોળી વિચાર પ્રક્રિયાનું દ્રષ્ટાંત પૂરું પાડે છે. પછી તે ફેશનની શોનાલી ગુજરાલ હોય, તનુ વેડ્ઝ મનુ સિરીઝની તનુજા ત્રિવેદી અને કુસુમ કુમારી હોય, ક્વીનની રાની હોય, રિવોલ્વર રાનીની અલ્કા સિંઘ હોય, રંગૂનની જુલિયા હોય, સિમરનની પ્રફુલ પટેલ હોય, મણિકર્ણિકાઃ ધી ક્વીન ઓફ ઝાંસીની મહારાણી મણિકર્ણિકા હોય, જજમેન્ટલ હૈ ક્યાની બોબી ગ્રેવાલ હોય કે પછી પંગાની જયા નિગમ હોય, તેનાં પાત્રો મુક્ત વિચારો, આશા, પરિશ્રમ અને હિંમતને વરેલાં હોય છે.

કંગનાનાં તમામ પાત્રો મહિલાઓને તેમની પોતાની શરતો પર જીવન જીવવાની પ્રેરણા આપે છે. કંગનાને ત્રણ વખત નેશનલ એવોર્ડ્ઝ, ચાર ફિલ્મફેર એવોર્ડ્ઝ અને બે આઇફા એવોર્ડ્ઝ મળ્યા છે અને તાજેતરમાં જ તેને દેશના ચોથા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવી છે.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે અમે કંગના રાણાવતને સલામ કરીએ છીએ, જેણે અભિનય ક્ષેત્રે પોતાનાં બેજોડ કૌશલ્યો થકી દર્શકોનાં દિલ જીતી લઇને હજ્જારો મહિલાઓ માટે પ્રેરણાનો સ્રોત બની છે. ઇટીવી ભારત કંગનાને થલૈવી, ધાકડ અને તેજસ સહિતની તેની આગામી ફિલ્મો માટે શુભેચ્છા પાઠવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.