ETV Bharat / sitara

સુશાંતસિંહ રાજપૂતનાં નિધન પર ઇન્ટરનેશનલ સ્પેસ યુનિવર્સિટીએ દુઃખ વ્યક્ત કર્યું - સુશાંતસિંહ રાજપૂતનાં નિધનથી

સુશાંતસિંહ રાજપૂતનાં નિધનથી દેશભરમાં શોકનો માહોલ છવાયો છે. આવી સ્થિતિમાં ઇન્ટરનેશનલ સ્પેસ યુનિવર્સિટીએ પણ સુશાંતના મોત પર દુ: ખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે, અમારી સંવેદના સુશાંતસિંહ રાજપૂતના પરિવાર અને મિત્રો સાથે છે. તેમની યાદો ભારત અને દુનિયાભરના તેમના ચાહકોના દિલમાં રહેશે.

સુશાંતસિંહ રાજપૂતનાં નિધન પર ઇન્ટરનેશનલ સ્પેસ યુનિવર્સિટીએ દુઃખ વ્યક્ત કર્યું

author img

By

Published : Jun 16, 2020, 10:50 PM IST

મુંબઈ: અભિનેતા સુશાંતસિંહ રાજપૂતનાં નિધનના સમાચારથી બોલીવુડથી લઈ તેમના પરિવાર અને મિત્રોમાં શોકનો માહોલ છે. અભિનેતાના આ પગલાથી તેમના ફેન્સ આઘાતમાં છે. ત્યારે તેમનો પરિવાર પણ દુઃખી છે.

બોલિવુડ સ્ટાર્સ સોશિયલ મીડિયા દ્વારા સુશાંત અને તેના પરિવાર પ્રત્યેની સંવેદના વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે ઇન્ટરનેશનલ સ્પેસ યુનિવર્સિટીએ પણ સુશાંતના મોત પર દુ:ખ વ્યક્ત કર્યું છે.

યુનિવર્સિટીની વેબસાઇટએ લખ્યું કે, "પ્રખ્યાત ભારતીય અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં નિધનના સમાચાર સાંભળીને અમને ખૂબ દુ:ખ થયું છે. સુશાંત વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત શિક્ષણના સમર્થક હતા. તેમણે સોશિયલ મીડિયા પર આઇસીયુને ફોલો પણ કર્યું છે. "

“તેમણે 2019ના ઉનાળામાં આઈસીયુના સેન્ટ્રલ કેમ્પસમાં આમંત્રણ પણ સ્વીકાર્યું, પરંતુ અન્ય પ્રાથમિકતાઓને કારણે સ્ટ્રાસબર્ગ આવી શક્યા નહીં. અમારી સંવેદના સુશાંત સિંહ રાજપૂતના પરિવાર અને તેના મિત્રો સાથે છે. તેમની યાદો ભારત અને દુનિયાભરના તેમના ચાહકોના દિલમાં રહેશે.”

સુશાંત એક શ્રેષ્ઠ અભિનેતા સાથે શિક્ષિત વ્યક્તિ પણ હતો. ડીસીઇ પ્રવેશ પરીક્ષામાં તેઓ ફિઝિક્સમાં સાતમા ક્રમે હતા અને તેમણે દિલ્હી કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી સ્નાતકનો અભ્યાસ કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.