- ટીવી શોના ઇતિહાસમાં આવ્યો ગ્રાન્ડ ગ્રાન્ડ ફિનાલે
- સતત 12 કલાક ચાલશે રિયલિટી શોનો ફિનાલે પ્રોગ્રામ
- 6 કન્ટેસ્ટન્ટનો આખરી પડાવ છે ફિનાલે
ન્યૂઝ ડેસ્ક- ટીવી જગતનો ખૂબ જ ચર્ચિત સિંગિંગ રિયલિટી શો ઈન્ડિયન આઈડલ 12 પોતાના આખરી પડાવ સુધી પહોંચી ગયો છે. ખૂબ ઝડપથી આ સીઝનના વિનરનું નામ સામે આવશે. આ શો શરૂ થયો ત્યારથી ચર્ચામાં રહ્યો છે. 15 ઓગસ્ટ, 2021ના રોજ ઈન્ડિયન આઈડલ 12નો ફિનાલે કાર્યક્રમ થનારો છે. જે ફિનાલે દરેક વખત કરતાં આ વખતે અલગ રીતે થવા જઈ રહ્યો છે. તેની વચ્ચે એક વીડિયો સામે આવ્યો છે, જેમાં સિંગર જાવેદ અલી ફિનાલેમાં ખાસ શું થવાનું છે, તેને લઈને વાત કરી રહ્યાં છે. જૂઓ વીડિયો
સિંગર જાવેદ અલીએ ફકત ફિનાલેને લઈને વાત કરી
સોની ટીવીના આધિકારિક ટ્વીટર હેન્ડલ અને ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં આપ જોઈ શકો છો કે બોલીવૂડના જાણીતા સિંગર જાવેદ અલી ફકત ફિનાલેને લઈને વાત કરતાં ખૂબ જ એક્સાઈટેડ જોવા મળી રહ્યાં છે. તેમજ તેઓ પ્રેકટિસ કરતાં પણ જોવા મળી રહ્યા છે. જાવેદ કહી રહ્યાં છે કે આવો ફિનાલે રિયલિટી શોના ઈતિહાસમાં પહેલાં કયારેય થયો નથી.
આ પણ વાંચો :રાજકોટના નિરાલી રિસોર્ટમાં લાગી આગ, 8 પરપ્રાંતિય કર્મચારી દાઝ્યા
ખૂબ એન્જોય કર્યું
જાવેદ અલીએ વધુમાં કહ્યું હતું કે 'ખૂબ ખુશ છું કે આ ગ્રાન્ડ ફિનાલેમાં હું પર્ફોમ કરવાનો છું. મારુ પર્ફોમન્સ દાનિસ સાથે છે અને એક સોલો દેશના જવાનો માટે કરવાનો છું. બન્નેનો તાલમેલ ખૂબ સારો છે. અમે બન્નેએ ખૂબ એન્જોય કર્યું છે. મ્યૂઝિકને તમે પોતે જ્યાં સુધી એન્જોય નથી કરતાં ત્યાં સુધી બીજાને તમે મઝા નથી કરાવી શકતાં. 12 કલાક સુધી મ્ચૂઝિકનો જોરદાર વરસાદ થશે.