જી હા...! હાલમાં જ આવેલા મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફેમસ ફિલ્મ મેકર ઇમ્તિયાઝ અલી મધુબાલાની બાયોપિક બનાવી રહ્યા છે.
મધુબાલા જેમનું સાચું નામ મુમ્તાજ જહાન બેગમ દેહલ્વી છે, હિન્દી સિનેમાના સોનેરી પરદે તેમનું નામ હંમેશા માટે રહેલું છે, તેમની અદાઓના દરેક લોકો દિવાના છે.
રિપોર્ટ્સ અનુસાર ઇમ્તિયાઝ અલીએ મધુબાલા પર બાયોપિક બનાવવા માટેના રાઇટ્સ મેળવી લીધા છે. ટેલેન્ટેડ ફિલ્મ મેકર ફિલ્મ અથવા તો વેબ સીરિઝ બનાવશે.
મધુબાલાજી વિશે ઘણું કન્ટેન્ટ છે, તેમને ચાઇલ્ડ આર્ટિસ્ટ ડેબ્યૂથી લઇને 14 વર્ષની ઉંમરમાં 'નીલકમલ'માં રાજ કપૂરના ઓપોઝિટમાં હિરોઇન બનવા સુધીનું તમામ કન્ટેન્ટ છે.
તેમના પરિવાર પાસેથી રાઇટ્સ મેળવ્યા છે. જે અત્યારે મધુબાલા વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડના માલિક છે.
જો કે આ માત્ર મીડિયા રિપોર્ટ્સ છે. પરંતુ, તેનું ઓફિશિયલ અનાઉન્સમેન્ટ થવુ બાકી છે. પરંતુ, જો ડિરેક્ટર મધુબાલાજીને સિલ્વર સ્ક્રીન પર ફરીથી રજૂ કરશે તો એ જોવું ખૂબ જ રોમાંચિત હશે કે કઇ એક્ટ્રેસ આ પાત્ર ભજવશે અને સિલ્વર સ્ક્રીન પર મધુબાલાજીની અદાઓને મેચ કરી શકશે.