ETV Bharat / sitara

IIFA 2022: અબુધાબીમાં યોજાનાર ગાલા એવોર્ડને હોસ્ટ કરી આ સ્ટાર લગાવશે ચાર ચાંદ - ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડમી એવોર્ડ્સ

IIFA 2022 (IIFA 2022)ના હોસ્ટ તરીકે સલમાન ખાન, રિતેશ દેશમુખ અને વરુણ ધવનની પસંદગી કરવામાં આવી છે. આ સ્ટાર્સ ઇવેન્ટમાં પોતાની સ્ટાઇલ અને અંદાજથી ચાર ચાંદ લગાવશે. ઉલ્લેખનીય છે કે, આ ઇવેન્ટ બે વર્ષે યોજાવા જઇ રહી છે. જેનું મુખ્ય કારણ છે કે, દુનિયામાં કોરોનાનો પ્રકોપ ચાલી રહ્યો હતો.

IIFA 2022: અબુ ધામીમાં યોજાનાર ગાલા એવોર્ડને હોસ્ટ કરી આ સ્ટાર લગાવશે ચાર ચાંદ

author img

By

Published : Mar 8, 2022, 1:11 PM IST

Updated : Mar 8, 2022, 1:56 PM IST

મુંબઈ: ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડમી એવોર્ડ્સ (IIFA 2022) ની 22મી આવૃત્તિનું 20 અને 21 મેના રોજ અબુ ધાબીના યાસ આઈલેન્ડમાં આયોજન કરવામાં આવ્યું છે. આ ઇવેન્ટની ખાસ વાત છે કે, આ ઈવેન્ટને સલમાન ખાન, રિતેશ દેશમુખ અને વરુણ ધવન હોસ્ટ કરશે. આ ઇવેન્ટમાં વિશેષ પ્રદર્શન કરવામાં આવશે.

IIFA 2022: અબુ ધામીમાં યોજાનાર ગાલા એવોર્ડને હોસ્ટ કરી આ સ્ટાર લગાવશે ચાર ચાંદ
IIFA 2022: અબુ ધામીમાં યોજાનાર ગાલા એવોર્ડને હોસ્ટ કરી આ સ્ટાર લગાવશે ચાર ચાંદ

IIFA એવોર્ડનો ભાગ બનવું એ સૌભાગ્યની વાત: સલમાન ખાન

જણાવીએ કે, સલમાન તેની ફેવરીટ પ્લેસ 'યાસ ટાપુ' પર આવવા માટે ખુબ જ ઉત્સાહિત છે. સાથે તેણે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે, IIFA એવોર્ડનો ભાગ બનવું એ સૌભાગ્યની વાત છે અને હું 22મી આવૃત્તિ યાસ આઇલેન્ડ, અબુ ધાબી ખાતે હોસ્ટ કરવા માટે ખુબ જ ઉત્સુક છું. મને ખાતરી છે કે, આ ઇવેન્ટ માટે વિશ્વભરના ચાહકો પણ અમારી જેમ ઉત્સાહિત છે અને વૈશ્વિક સ્તરે ભારતીય સિનેમાની ઉજવણી કરતી આ મેગા ઇવેન્ટની રાહ જોઈ શકતા નથી."

આ પણ વાંચો: Pooja hegde radhe shyam promotions: પૂજા હેગડેએ આ હસ્તીઓની કરી પ્રશંસા

રિતેશ દેશમુખ સલમાન સાથે કરશે સહ-હોસ્ટિંગ

રિતેશ, જે સલમાન સાથે મેગા-ઇવેન્ટનું સહ-હોસ્ટિંગ કરશે અને તે પણ આ ઇવેન્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે, સાથે જ રિતેશે જણાવ્યું કે "હું IIFA 2022ની 22મી આવૃત્તિનો ભાગ બનવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. આ મેગા ગ્રાન્ડ સેલિબ્રેશન માટે ખૂબ જ લાંબી રાહ જોયા બાદ હું સલમાન ખાન સાથે કો-હોસ્ટિંગ કરવા માટે આતુર છું!"

વરુણ ધવને કહ્યું..."આઈફામાં પર્ફોર્મ કરવું એક યાદગાર ક્ષણ"

વરુણ ધવને પણ આ ઇવેન્ટમાં પરફોર્મ કરવા માટે તૈયાર છે, ત્યારે તેને જણાવ્યું કે, "આઈફામાં પર્ફોર્મ કરવું એક યાદગાર ક્ષણ હોય છે. કોવિડ મહામારીને કારણે આપણે બધા આઈફાને ચૂકી ગયા હતા અને હવે તે 2 વર્ષ બાદ ફરી એકવાર ધમાકા સાથે પાછું ફર્યું છે અને હું તેનો એક ભાગ બનીને ખૂબ જ ખુશ છું. અબુ ધાબીમાં યાસ આઇલેન્ડ ખાતે IIFA એવોર્ડ્સની 22મી આવૃત્તિમાં આ અતુલ્ય ઉદ્યોગ પુનઃમિલન માટે હું ઉત્સાહિત છું." જણાવીએ કે, આ ઈવેન્ટ અબુ ધાબીના યાસ આઈલેન્ડ પર યાસ બે વોટરફ્રન્ટના ભાગ એતિહાદ એરેના ખાતે યોજાશે.

આ પણ વાંચો: Alia Bhatt Hollywood Debue: આલિયા ભટ્ટનો જાદુ છવાયો હોલિવૂડ સુધી, આ ફિલ્મથી હોલિવૂડમાં કરશે ડેબ્યુ

Last Updated : Mar 8, 2022, 1:56 PM IST

For All Latest Updates

TAGGED:

IIFA 2022
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.