ETV Bharat / sitara

ઋત્વિકે તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી તસવીર, ઋષિ કપૂર સાથેની જુની યાદો તાજી કરી

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરના નિધન બાદ ઋત્વિક રોશને સોશિયલ મીડિયા દ્વારા તેમને યાદ કર્યા છે. તેણે ઋષિ અને તેની પત્ની નીતુ કપૂર સાથેનો ફોટો શેર કર્યો અને ચાહકો સાથે તેમની યાદો શેર કરી હતી..

ઋતિકે તેના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી, જેમાં તે ઋષિ કપૂર અને તેની પત્ની નીતુ કપૂર સાથે બેઠા જોવા મળે છે

author img

By

Published : May 2, 2020, 9:44 AM IST

મુંબઇ: ઋત્વિક રોશનને 2012 માં આવેલી ફિલ્મ અગ્નિપથમાં ઋષિ કપૂર સાથે કામ કરવાની તક મળી હતી. પ્રખ્યાત કલાકાર ઋષિએ વિશ્વને વિદાય આપી હતી. આવી સ્થિતિમાં રિતિકે સોશિયલ મીડિયા પર પોતાના ચિન્ટુ અંકલને યાદ કરીને એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી છે.

રિતિકે તેના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે, જેમાં તે ઋષિ કપૂર અને તેની પત્ની નીતુ કપૂર સાથે બેઠા જોવા મળે છે.

ફોટોના કેપ્શનમાં ઋત્વિક રોશને લખ્યું છે કે, 'તમારા પ્રેમમાં એટલી શક્તિ હતી કે, જ્યારે પણ તમે બોલાવતા, હું ધ્યાનમાં ઉભો થઇ જતો હતો. મને નથી લાગતું કે મેં આ મારા જીવનમાં ક્યારેય કર્યું છે. ડેડી દર વખતે ફોન કરતા હતા અને કહેતા હતા કે, ચિન્ટુ અંકલે પણ તારી મુવી જાઇ છે. એને હું તરત જ ઉભો થઇ જતો હતો, મારુ હૃદય હચમચી જતુ હતુ, અને હું રૂમમાં આજુ બાજુ ફરવા લાગતો હતો.

ઋષિ કપૂરને યાદ કરતાં અભિનેતાએ આગળ લખ્યું, 'તમે મને નબળા સમયમાં શક્તિ આપી હતી. ઋષિ કપૂરને મારું કામ ગમ્યું એવું વિચારીને મને અદભૂત લાગ્યું હતુ. જેથી મને મારી જાત ઉપર વિશ્વાસ થયો હતો. મારી ભૂલો શેર કરવા માટે મને ટેકો આપવા અને પ્રોત્સાહિત કરવા બદલ આભાર. તમારા જેવા અભિનેતા કે માણસ ક્યારેય નહીં મળે. મારા બાળપણમાં જોડાવા બદલ આભાર. સખત મહેનતનું મહત્વ સમજાવવા બદલ આભાર. તમે બહુ જ યાદ આવશો..

ઋષિ કપૂરે 30 એપ્રિલના રોજ વિશ્વને અલવિદા કહ્યી હતા. તે કેટલાક વર્ષોથી કેન્સરની બીમારી સામે લડી રહ્યાં હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.