- હ્રિતિક રોશનની સફળ ફિલ્મ 'ક્રિશ' ને પૂરાં થયાં 15 વર્ષ
- અભિનેતા હ્રિતિક રોશનના ચાહકો માટે સમાચાર
- અભિનેતાએ વીડિયો શેર કરી 'ક્રિશ 4' આવવાનો કર્યો ઇશારો
બોલીવૂડ એક્ટર હ્રિતિક રોશન (Hrithik Roshan)ની હિટ ફિલ્મ 'ક્રિશ' (Krrish)ને 23 જૂને 15 વર્ષ પૂર્ણ થયાં છે. હ્રિતિક રોશન આ ખાસ મોમેન્ટ ખુશીને પોતાના ચાહકો સાથે અલગ રીતે શેર કરી છે. ફિલ્મના 15 વર્ષ પૂરાં થવા પર હ્રિતિક રોશને (Hrithik Roshan) તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં ફિલ્મ 'ક્રિશ 4' (Krrish 4) ટૂક સમયમાં આવી શકે તે અંગેનો ઇશારો કર્યો છે. આ વીડિયો શેર કરી તેના કેપ્શનમાં હ્રિતિક રોશને લખ્યું છે કે, “ભૂતકાળમાં જે થવાનું હતું તે થઈ ગયું છે. ચાલો જોઈએ કે ભવિષ્ય શું લઈને આવે છે.” હ્રિતિક રોશને એમ તો ક્રિશ વિશે સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ વીડિયોમાં માસ્ક અને 'ક્રિશ'ની ઝલક જોયા બાદ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે, અભિનેતા 'ક્રિશ 4' (Krrish 4) અંગે ટૂંક સમયમાં સત્તાવાર ઘોષણા પણ કરી શકે છે.
આ પણ વાંચોઃ Nora Fatehi Dance: અભિનેત્રીના ડાન્સ સ્ટેપએ સોશિયલ મીડિયામાં મચાવી ધૂમ
ચાહકોને આ રીતે કર્યાં ખુશ
હ્રિતિક રોશને જે વીડિયો શેર કર્યો છે તેમાં 'ક્રિશ' (Krrish) અને માસ્કની એક ઝલક બતાવવામાં આવી છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. હ્રિતિક રોશનના ચાહકો ઘણા ઉત્સાહિત છે કે 'ક્રિશ' ફરી એકવાર મોટા પડદા પર જોવા મળશે.
અભિનેતા હ્રિતિક રોશને ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો...જૂઓ વીડિયો
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
23 જૂન 2006ના રોજ રીલિઝ થઈ હતી 'ક્રિશ' (Krrish) ફિલ્મ
હ્રિતિક રોશનની 'ક્રિશ' ફિલ્મ 23 જૂન 2006ના રોજ રીલિઝ થઈ હતી. આ પહેલાં વર્ષ 2003માં રિતિકની પહેલી સાયન્સ ફિક્શન ફિલ્મ 'કોઈ મિલ ગયા' (Koi Mil Gaya) રિલીઝ થઈ હતી. બાદમાં, 'ક્રિશ' ‘કોઈ મિલ ગયા’ ની વાર્તા આગળ ધરીને સિક્વલ તરીકે રજૂ કરવામાં આવી હતી. બોલીવૂડને પહેલો સુપરહીરો મળ્યો અને ડાયરેક્ટર રાકેશ રોશનની આ ફ્રેન્ચાઇઝી સુપરહિટ સાબિત થઈ હતી. ફિલ્મમાં હ્રિતિકની સાથે પ્રિયંકા ચોપરા, રેખા અને નસીરુદ્દીન શાહ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યાં હતાં.