ન્યૂઝ ડેસ્ક: બોલિવૂડના સુપરહીરો હ્રિતક રોશન અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ 'ફાઈટર' હવે ઘમાલ મચાવા તૈયાર થઇ ગઇ છે. પહેલા આ ફિલ્મ 26 જાન્યુઆરી, 2023ના રોજ રિલીઝ (Fighter New Release Date) થવાની હતી. હવે ફિલ્મની નવી રિલીઝ ડેટ જાહેર થઇ ગઇ છે. સાથે જ ફિલ્મનુ ટીઝર પણ સોશિયલ મીડિયા (Social Media) પર શેર કરવામાં આવ્યું છે. આ ટીઝર દ્વારા ફિલ્મમાં નવા અભિનેતાનું નામ પણ સામે આવ્યું છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
જાણો ફિલ્મની રિલીઝ ડેટ શું કામ બદલી
આ ફિલ્મ 26 જાન્યુઆરી, 2023ના રોજ રિલીઝ થવાની હતી, પરંતુ હવે ફિલ્મની રિલીઝ ડેટ બદલીને આવતા વર્ષે 28 સપ્ટેમ્બરે રિલીઝ કરવામાં આવશે. તેનું કારણ એ છે કે, શાહરૂખ ખાનની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'પઠાણ' 25 જાન્યુઆરી 2023ના રોજ રિલીઝ થઈ રહી છે. સિદ્ધાર્થ આનંદ 'પઠાણ' અને 'ફાઇટર' બન્નેના નિર્દેશક છે. 'બેંગ બેંગ' અને 'વોર' પછી ત્રીજી વખત હ્રતિક સાથે કામ કરી રહી છે.
આ પણ વાંચો: ઉર્ફી જાવેદે કલોથસના બદલે આ આભૂષણથી સજાવ્યું પોતાનું શરીર, ફેન્સે કહ્યું....
આ ફિલ્મમાં આ દિગ્ગજ એક્ટર
આ ફિલ્મમાં નવા અભિનેતા તેમજ દિગ્ગજ અભિનેતા અનિલ કપૂર પણ ફાઈટર પણ છે. ટીઝરની શરૂઆત જબરદસ્ત સંગીત અને ફિલ્મના નામથી થાય છે. તેમાં ગોળીબાર પણ ધમાકેદાર થાય છે, ત્યારબાદ તેની કાસ્ટ હ્રતિક, દીપિકા પાદુકોણ અને અનિલ કપૂરનું નામ લોન્ચ કરવામાં આવે છે.
જાણો આ ફિલ્મની ખાસિયત
હૃતિક-દીપિકા સ્ટારર ફિલ્મ 'ફાઈટર' હિન્દી સિનેમાની પહેલી એવી ફિલ્મ બનવા જઈ રહી છે, જેમાં એરિયલ એક્શન જોવા મળશે. આ ફિલ્મની વાર્તા હોલિવૂડ સ્ટાર ટોમ ક્રૂઝની મિશન ઈમ્પોસિબલની થીમ જેવી જ એક મિશન પર આધારિત હશે.
દીપિકા પાદુકોણે આ ઇરછા હ્રતિક સાથે
દીપિકા પાદુકોણે હ્રતિક સાથે પહેલીવાર કામ કરવા પર ખુશી વ્યક્ત કરી છે. એક ઈન્ટરવ્યુમાં દીપિકાએ કહ્યું હતું કે, "હું હંમેશા તેની સાથે કામ કરવા માંગતી હતી અને મને લાગે છે કે, ઘણી બધી વસ્તુઓ છે, તેની યોગ્ય સ્ક્રિપ્ટ હોવી જોઈએ, તેમાં યોગ્ય નિર્દેશક હોવો જોઈએ. જે ઘણી બાબતો નક્કી કરે છે. મને લાગે છે કે, અમારો સાથે આવવાનો આ યોગ્ય સમય છે.
આ પણ વાંચો: punjab Vidhanshaba Election Result 2022: પંજાબ ચૂંટણીમાં હારવાથી શું સિધ્ધુ પરત ફરશે ધ કપિલ શર્મા શો'માં