- વિકી કૌશલે કેટરિના કૈફને લગ્ન માટે કેવી રીતે મનાવી.
- પ્રપોઝલ ગિફ્ટમાં પ્રેમની પ્રથમ નિશાની રિંગ પણ હાજર હતી
- કેટરિનાએ વિકીમાં પતિના ગુણો જોતા જ સંબંધ માટે સંમત થઈ ગઈ
હૈદરાબાદ: સિનેમાના ચાહકો માટે આ સમાચાર હજુ પણ ચોંકાવનારા છે કે, કેટરીના કૈફ અને વિકી કૌશલ લગ્ન (Katrina And Vicky Wedding) કરવા જઈ રહ્યા છે. જો કે, કેટરીના અને વિકીએ હજુ સુધી એક સાથે કોઈ ફિલ્મ કરી નથી, તેમ છતાં કેટરીના-વિકીની મિત્રતા પણ થઈ અને આ મિત્રતા ધીરે ધીરે પ્રેમમાં બદલાઈ ગઈ. કેટરિના અને વિકીના ચાહકો માટે એ જાણવું જરૂરી છે કે, આ બંન્ને વચ્ચે આ બધું કેવી રીતે અને ક્યાંથી શરૂ થયું. વિકીએ અનેક સ્ટેજ શોમાં કેટરિના સામે પોતાના દિલની વાત વ્યક્ત કરવાનો ઘણી વાર પ્રયાસ કર્યા હતા. વિકીની ફોર્મ્યુલા કામ કરી ગઈ અને આખરે બોલિવૂડની 'ચિકની ચમેલી' હવે તેના ખોળામાં આવી ગઈ. આ કેવી રીતે થયું તે જાણવું પણ જરૂરી છે.
કેટરિનાને પ્રપોઝ કરતા પહેલા વિકીએ તેની પસંદ-નાપસંદ વસ્તુઓને જાણી
મીડિયા અનુસાર, જ્યારે વિકી કૌશલને ખબર પડી કે કરણ જોહરના શોમાં કેટરિના કૈફ તેની સાથે એક ફિલ્મ કરવા માંગે છે. ત્યારે અભિનેતા તેના પર વિશ્વાસ ન કરી શક્યો અને શોમાં આ સાંભળીને તે 'બેહોશ' થઈ ગયો હતો. વિકીને પણ ઘણી વાર એ વાતનો અહેસાસ થવા લાગ્યો કે કેટરીનાના દિલના ખૂણે તેના માટે થોડી જગ્યા બનાવા લાગી છે. જ્યારે વિકી કૌશલે નક્કી કર્યું હતું કે, તે હવે મોડું નહીં કરે અને કેટરિનાને પોતાના દિલની વાત ખોલીને કઇ દઇશ. પછી શું બાકી હતું. વિકીએ કેટરિનાને રોમેન્ટિક રીતે પ્રપોઝ કરવાની હિંમત એકઠી કરી અને કેટરિના કૈફના ઘરે પહોંચી ગયો. કેટરિનાને પ્રપોઝ કરતા પહેલા વિકીએ તેની પસંદ-નાપસંદ વસ્તુઓને જાણી.
આ પણ વાંચો: Bollywood Celebs Pay Homage To Vinod Dua : વિકી કૌશલ સહિત આ બોલિવૂડ સ્ટાર્સે કર્યો શોક વ્યક્ત...
પ્રપોઝલ ગિફ્ટમાં પ્રેમની પ્રથમ નિશાની રિંગ પણ હતી
વિકીએ કેટરિનાની મનપસંદ ડાર્ક બ્રાઉની ચોકલેટ તૈયાર કરાવી અને સીધી કેટરિના પાસે લઈ ગયો. પ્રપોઝલ ગિફ્ટમાં વિકીએ પ્રેમના પ્રસ્તાવની ક્યૂટ નોટ પણ રાખી હતી. સાથે જ પ્રેમની પ્રથમ નિશાની રિંગ પણ હાજર હતી. જેને જોઈને કેટરીનાના મોંમાંથી ના નીકળી ન હતી અને તેણે વિકી કૌશલમાં પતિના ગુણો જોયા અને તરત જ આ સંબંધ માટે સંમત થઈ ગઈ હતી.
આ પણ વાંચો:Katrina Kaif And Vicky Kaushal Wedding: સ્થળ પર ડ્રોન ડિટેક્ટર તૈનાત, ગેસ્ટ એન્ટ્રી માટે સિક્રેટ કોડ