અનુપમ ખેર અને દેવ પટેલ સ્ટારર ફિલ્મ 'હોટલ મુંબઈ'નું ટ્રેલર બુધવારના રોજ રિલીઝ કરવામાં આવ્યું હતું. ફિલ્મ 26/11ના મુંબઈ આંતકી હુમલા પર આધારિત છે.
ફિલ્મના ટ્રેલરમાં હિન્દુસ્તાનના બહાદુરોની સાચી કહાની છે. ઓસ્ટ્રેલિયન ફિલ્મમેકર એન્થની મારસ દ્વારા આ ફિલ્મ ડાયરેકટ કરવામાં આવી છે. ફિલ્મમાં મુંબઈની તાજ હોટલમાં 2008માં થયેલા આતંકી હુમલા દરમિયાન હિંસાની કહાની છે. હુમલામાં કેટલાક લોકોના મૃત્યું થયા હતા.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ફિલ્મના નિર્માતાઓએ ભયાનક દ્રશ્ય ફરીથી રિક્રિએટ કર્યું છે. જેમાં 150 થી વધુ લોકોના મોત થયા હતા. ટ્રેલરમાં જોવા મળી રહેલો હોટલનો સ્ટાફ લોકોના જીવ બચાવી રહ્યો છે. રોમાંચક ટ્રેલર માનવતાની જીત બતાવે છે.ફિલ્મમાં તાજ હોટલના સ્ટાફની સ્ટોરી પણ બતાવવામાં આવી છે
અનુપમ ખેર શેફ હેમંત ઓબરોયના રોલમાં છે. જે મહેમાનોના જીવ બચાવવા અનોખો સાહસ બતાવે છે. તો દેવ પટેલ તાજ મહાલ હોટલના કર્મચારી અર્જુનના રોલમાં છે. જે તેમનો જીવ જોખમમાં મુકી લોકોના જીવ બચાવે છે.
આ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત છે. 29 નવેમ્બર 2019ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.