- બોલિવૂડના જાણીતા સિંગર હિમેશ રેશમિયાનો આજે જન્મદિવસ
- રેશમિયાએ તેની કારકિર્દીમાં ઘણાં હિટ ગીતો આપ્યાં
- હિમેશ રેશમિયા બોલિવૂડ ઇન્ડસ્ટ્રીનો પહેલા સિંગર
ન્યૂઝ ડેસ્ક: બોલિવૂડના જાણીતા સિંગર, મ્યુઝિક કમ્પોઝર અને એક્ટર હિમેશ રેશમિયા આજે તેમનો જન્મદિવસની ઉજવણી કરશે, ત્યારે હિમેશ રેશમિયાએ તેની કારકિર્દીમાં ઘણાં હિટ ગીતો આપ્યાં છે અને ઘણા એવોર્ડ પણ જીત્યા છે. હિમેશ રેશમિયા બોલિવૂડ ઇન્ડસ્ટ્રીનો પહેલો સિંગર છે. જેમને તેના પહેલા ગીત માટે ફિલ્મફેર બેસ્ટ ડેબ્યૂ સિંગર એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. હિમેશ રેશમિયાએ તેની કારકિર્દીમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. તેણે અહીં પહોંચવા માટે ખૂબ જ મહેનત કરી છે.
આ પણ વાંચો: HBD Rhea: 29માં જન્મદિવસ પર રીયા ચક્રબર્તીને સુંશાંતના ફેન્સે કરી ટ્રોલ
હિમેશ રેશમિયાનો ક્યારે થયો હતો જન્મ
હિમેશ રેશમિયાનો જન્મ 23 જુલાઇ, 1973 ના રોજ ગુજરાતમાં થયો હતો, હિમેશ રેશમિયા વિશેની વાત તેમણે બોલિવૂડ અભિનેતા સલમાન ખાનની હિટ ફિલ્મ 'પ્યાર કિયા તો ડરના ક્યા' થી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. પરંતુ તેને ઓળખ ફિલ્મ "તેરે નામ" અને "આશિક બનાયા" થી મળી હતી.
આ પણ વાંચો: HBD Bhumi Pednekar: ફિલ્મોમાં આવતા પહેલા આ કામ કરતી હતી ભૂમિ પેડનેકર, આજે બોલિવુડમાં છે ટોચે
હિમેશ રેશમિયાનો પ્રથમ આલ્બમ
હિમેશ રેશમિયાનો પ્રથમ આલ્બમ 'આપ કા સુરુર' ભારતીય મ્યૂઝિક ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધુ પ્રસિદ્ધિ પામેલો આલબમ છે. હિમેશની અભિનય કારકીર્દિની વાત કરતાં તેમણે વર્ષ 2007 માં ફિલ્મ 'આપકા સુરુર' થી શરૂઆત કરી હતી. હિમેશ પ્રથમ ભારતીય કલાકાર છે જેમણે લંડનના વેમ્બલી સ્ટેડિયમ ખાતે પર્ફોમન્સ કર્યું હતું.