મુંબઈ: બોલિવૂડ અભિનેત્રીઓ માધુરી દિક્ષિત નેને અને જેકલીન ફર્નાન્ડીઝ લોકડાઉન દરમિયાન તેમના મનપસંદ પુસ્તકો વાંચીને તેમના સમયનો સારો ઉપયોગ કરી રહી છે. આ પુસ્તિકા વાંચતી વખતે અભિનેત્રીએ પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો હતો.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
'કિક' અભિનેત્રી હાલમાં અંગ્રેજી લેખક નિક હોર્નબીની નવલકથા 'ફની ગર્લ' વાંચી રહી છે, ત્યારે ધક ધક ગર્લે દક્ષિણ આફ્રિકાના પ્રખ્યાત હાસ્ય કલાકાર ટ્રેવર એન્ડ્ર્યુની આત્મકથા 'વોર્ન અ ક્રાઇમ' વાંચી રહી છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
કોરોના વાઇરસને કારણે આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી બંધ છે અને બધા સ્ટાર્સ આઇસોલેશનમાં છે અને દરરોજ કંઇક અલગ કરવા માટે તેમના આ સમયનો ઉપયોગ કરી રહ્યાં છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું છે કે, ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસ પોઝિટિવ કેસની કુલ સંખ્યા વધીને 5,865 થઈ છે. જેમાં 591 નવા કોવિડ-19 કેસ છે અને 20 લોકો મૃત્યુ થયા છે.