- બોલિવુડના કિંગ ખાન શાહરુખ ખાનનો આજે 56મો જન્મદિવસ
- શાહરુખ પરિણીત હોવા છતાં રોમેન્ટિક હીરો બન્યા
- ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 5 વર્ષ થતા જ શાહરુખ તેની પત્ની ગૌરીથી ડરે છે તેવા સમાચાર વહેતા થયા હતા
હૈદરાબાદ (તેલંગાણા):- બોલિવુડના સુપરસ્ટાર કિંગખાન, રોમાન્સના બાદશાહ તરીકે ઓળખાતા અભિનેતા શાહરુખ ખાનનો આજે (2 નવેમ્બરે) 56મો જન્મદિવસ છે. શાહરુખ ખાન જ્યારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એટલા ફેમસ નહતા થયા તેની પહેલા જ તેમણે વર્ષ 1991માં ગૌરી ખાન સાથે લગ્ન કરી લીધા હતા. તેમના જીવનની અનેક વાર્તાઓ એ સૂચવે છે કે, તેઓ વાસ્તવિક જીવનમાં કેટલા પ્રેમાળ છે, પરંતુ શું તમે જાણો છો શાહરુખ તેની પત્ની ગૌરીથી ખૂબ જ ડરતા હતા?
આ પણ વાંચો- HAPPY BIRTHDAY AISHWARYA: ઐશ્વર્યા રાય બચ્ચન 48 જન્મદિવસ પરિવાર સાથે ઉજવશે
રામ જાની ફિલ્મના સેટ પર આપેલા ઈન્ટરવ્યૂમાં શાહરુખ ખાને કહી હતી વાત
90ના દાયકામાં ગૉસિપવાઈન શાહરૂખ ખાન નામના આ ઉભરતા સ્ટારની દરેક વિગતોની તપાસ કરવા ઓવરટાઈમ કામ કરતી હતી. જોકે, તે ડિજિટલ મીડિયાનો યુગ નહતો, પરંતુ ટિન્સેલવિલે જણાવ્યું હતું કે, અભિનેતા તેની પત્નીથી ડરે છે. હકીકતમાં આ વાત વર્ષ 1995માં આવેલી ફિલ્મ રામ જાનીના સેટ પર શાહરુખ ખાનને એક ઈન્ટરવ્યૂમાં આ અંગે પૂછવામાં આવ્યું હતું.
આ પણ વાંચો- RRR નિર્માતાઓએ મુખ્ય કલાકારોને દર્શાવતું ફિલ્મનું પોસ્ટર કર્યું રિલીઝ
શાહરુખ ખાને પત્નીથી ડરવા અંગેના પત્રકારના પ્રશ્નનો આપ્યો હતો જવાબ
જ્યારે એક પત્રકારે શાહરુખ ખાનને પૂછ્યું કે, તમે તમારી પત્નીથી ડરો છો તેવા લોકોના મંતવ્ય અંગે તમે શું કહેશો? તો શાહરુખે જવાબ આપ્યો હતો કે, જ્યાં સુધી તમે મારી પત્ની નથી ત્યાં સુધી તમને હકીકતની જાણ નહીં થાય. તમે ખરેખર સમજી શકતા નથી. કારણ કે, જો દો ઈન્સાનો કા સંબંધ હોતા હૈ, પતિ-પત્ની, પ્રેમીઓ, તે ખૂબ જ અંગત છે અને ધારણાઓના આધારે કોઈ તેને સમજી શકતું નથી."
દિલ્હી યુનિવર્સિટીમાં શાહરુખ અને ગૌરી એકબીજાને મળ્યા હતા
SRKએ આગળ કહ્યું હતું કે, જો લોકોને લાગે છે કે તે ગૌરીથી ખૂબ ડરે છે અથવા તે તેને ખૂબ જ પ્રેમ કરે છે તો તે ખરેખર કંઈ કરી શકશે નહીં. તે ફક્ત ત્રીજા વ્યક્તિના દૃષ્ટિકોણથી એક ધારણા છે જે ક્યારેય જાણશે નહીં કે અન્ય બે લોકો શું શેર કરે છે. તમે તમારા બોયફ્રેન્ડ અથવા મંગેતર અથવા પતિ સાથે જે સંબંધ શેર કરો છો. હું તેને બહારથી સમજી શકતો નથી. કોઈને ખબર નથી કે, દરવાજા પાછળ બે લોકો કેવા પ્રકારનો સંબંધ શેર કરે છે. SRKએ વધુમાં કહ્યું હતું કે, 25 ઓક્ટોબર, 1991ના રોજ તેના ગૌરી ખાન સાથે લગ્ન થયા હતા અને તેમને ત્રણ બાળક છે. આર્યન, સુહાના અને અબરામ ખાન. શાહરુખ અને ગૌરી દિલ્હી યુનિવર્સિટીમાં ભણતા હતા ત્યારે એકબીજાને મળ્યા હતા.
શાહરુખ જન્મદિવસની સાથે આર્યન ઘરે પરત ફર્યો તેની પણ ખુશી ઉજવી રહ્યો છે
આપને જણાવી દઈએ કે, આજે શાહરુખ ખાનનો જન્મદિવસ છે અને એક મહિના પછી શાહરુખના ઘર મન્નતમાં ખુશીઓ પરત ફરી છે. શાહરુખ પોતાનો 56મા જન્મદિવસની સાથે સાથે આર્યન ઘરે પરત ફર્યો તેની પણ ઉજવણી કરી રહ્યા છે. આર્યન ખાન 28 દિવસની કસ્ટડીમાં રહ્યા પછી ઘરે પરત ફર્યો છે. ક્રુઝ ડ્રગ્સ કેસમાં 3 ઓક્ટોબરે આર્યનની ધરપકડ થઈ હતી.