- 21 વર્ષ પછી મિસ યુનિવર્સનો ખિતાબ ભારતના હાથમાં આવ્યો
- હરનાઝ સંધુએ 70મો મિસ યુનિવર્સનો ખિતાબ જીતીને દેશ માટે ઈતિહાસ રચ્યો
- 21 વર્ષ પછી આ ગૌરવશાળી તાજ ભારતમાં લાવવોએ ગર્વની ક્ષણ: હરનાઝ સંધુ
હૈદરાબાદ: મિસ યુનિવર્સ 2021 (Miss Universe 2021) સ્પર્ધાના વિજેતાની જાહેરાત 13 ડિસેમ્બર કરવામાં આવી હતી. હરનાઝ સંધુએ 70મો મિસ યુનિવર્સ 2021નો ખિતાબ જીતીને દેશ માટે ઈતિહાસ રચ્યો છે. ઉલ્લેખનીય છે કે, 21 વર્ષ પછી મિસ યુનિવર્સનો ખિતાબ ભારતના હાથમાં આવ્યો છે. આ સ્પર્ધામાં 21 વર્ષની હરનાઝે 80 પ્રતિસ્પર્ધી સુંદરીઓને હરાવી હતી. હરનાઝ સંધુને 2020ની મિસ યુનિવર્સ મેક્સિકોની એન્ડ્રીયા મેઝા દ્વારા તાજ પહેરાવવામાં આવ્યો હતો. સ્પર્ધામાં પેરાગ્વેની નાદિયા ફરેરા (22) બીજા અને દક્ષિણ આફ્રિકાની લાલેલા મસવાને (24) ત્રીજા સ્થાને રહી હતી. હરનાઝ સંધુ કોણ છે? અને હવે શું કરશે? આવો જાણીએ દેશનું માથું ગર્વથી ઉંચુ કરનાર આ દીકરી વિશે કેટલીક ખાસ વાતો...
હરનાઝ સંધુના વિજેતાના શબ્દો
હરનાઝ સંધુએ આ ઐતિહાસિક જીત બાદ પોતાના નિવેદનમાં કહ્યું કે, 'હું ભગવાન, માતા-પિતા અને મિસ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશનનો (Miss India Organization) આભાર વ્યક્ત કરું છું, જેમણે મને આ સમગ્ર પ્રવાસમાં માર્ગદર્શન આપ્યું અને મદદ કરી. સંધુએ કહ્યું કે, 'મારી જીતની શુભેચ્છા પાઠવનારા અને પ્રાર્થના કરનારા તમામ લોકોને ખૂબ પ્રેમ, 21 વર્ષ પછી આ ગૌરવશાળી તાજ ભારતમાં લાવવોએ ગર્વની ક્ષણ છે.
હરનાઝ સંધુની જીત પહેલાના શબ્દો
મિસ યુનિવર્સ 2021 (Miss Universe 2021) સ્પર્ધામાં ભાગ લેતી વખતે હરનાઝે કહ્યું હતું કે, તે દેશ માટે મિસ યુનિવર્સનો ખિતાબ જીતશે અને તે મિસ યુનિવર્સ સ્પર્ધા 2021માં ભારતને જીતવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે. જે ભારત અને ઇઝરાયેલ વચ્ચેના સંબંધોને પણ મજબૂત બનાવશે. હરનાઝે પોતાની વાતને સાચી પાડીને ઈતિહાસ રચ્યો છે અને તેથી દેશ અને દેશના દરેક દેશવાસીને હરનાઝ પર ગર્વ છે.
હરનાજ સંધૂ કોણ છે ?
મિસ યુનિવર્સ હરનાઝ સંધુ પંજાબના ચંદીગઢની રહેવાસી છે. તે વ્યવસાયે મોડલ છે. હરનાઝે પ્રારંભિક શિક્ષણ ચંદીગઢની શિવાલિક પબ્લિક સ્કૂલમાંથી કર્યું હતું. હરનાઝે ચંદીગઢમાંથી જ ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું. હાલમાં તે પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરી રહી છે. તેના અભ્યાસ દરમિયાન હરનાઝે ઘણા મોડેલિંગ શો અને સૌંદર્ય સ્પર્ધાઓમાં ભાગ લીધો તેમ છતાં હરનાઝે પોતાને અભ્યાસથી દૂર રહી નહીં.
હરનાઝ સંધુનું પહેલુ પ્રદર્શન
હરનાઝ સંધુના ખેડૂત પરિવારમાંથી છે અને તેના ઘરમાં ઘણા સભ્યો નોકરિયાત પણ છે. હરનાઝના મોડલિંગના શરૂઆતના દિવસો વિશે વાત કરીએ તો તેણે કોલેજમાં તેનું પ્રથમ સ્ટેજ પરફોર્મન્સ આપ્યું હતું. અહીંથી હરનાઝનો આત્મવિશ્વાસ વધી ગયો અને તેણે આ લાઇનમાં જવાનું મન બનાવી લીધું હતું.
હરનાઝ સંધુના શોખ
હરનાઝ સંધુ મોડલિંગ, ડાન્સિંગ અને એક્ટિંગ સિવાયસ્વિમિંગ, ઘોડેસવારી અને ટ્રાવેલિંગનો પણ શોખ છે. હરનાઝ પોતાના ફાજલ સમયમાં આ શોખ પૂરા કરે છે. હરનાઝ અભિનેત્રી બનવા માંગે છે.
હરનાઝ સંધુની થતી હતી મજાક
હરનાઝ શરૂઆતથી જ સ્લિમ ફિટ અને અંતર્મુખી છોકરી રહી છે. સ્કૂલ ટાઈમમાં હરનાઝને તેની પાતળી હોવાને કારણે ખૂબ જ મજાક કરવામાં આવતી હતી. આ કારણે તે એક વખત તણાવનો શિકાર પણ બની હતી. હરનાઝના પરિવારે ક્યારેય તેનો આત્મવિશ્વાસ ડગમગવા દીધો નહી.
ખાણીપીણી છે હરનાઝ સંધુ
હરનાઝ સંધુ ખાવા-પીવાની બાબતમાં પણ સારો છે. એક ઈન્ટરવ્યુમાં હરનાઝે કહ્યું હતું કે, તે જે પસંદ કરે છે તે ખાય છે. હરનાઝ ખાણીપીણી હોવા છતાં તેની ફિટનેસનું સંપૂર્ણ ધ્યાન રાખે છે. હરનાઝ કહે છે કે, તમે જે ઇચ્છો તે ખાઓ, પરંતુ દરરોજ વર્કઆઉટ પણ કરો.
હરનાઝ સંધુની ફિલ્મો
હરનાઝે અભ્યાસ દરમિયાન અભિનયમાં પણ હાથ અજમાવ્યો હતો. હરનાઝે 'યારા દિયાં પુ બરન' અને 'બાઈ જી કુત્તંગે' જેવી બે પંજાબી ફિલ્મોમાં કામ કર્યું છે.
- હરનાઝ સંધુના ટાઈટલ
- ટાઇમ્સ ફ્રેશ ફેસ મિસ ચંદીગઢ (2017)
- મિસ મેક્સ ઇમર્જિંગ સ્ટાર (2018)
- ફેમિના મિસ ઇન્ડિયા પંજાબ (2019)
- મિસ યુનિવર્સ ઇન્ડિયા (2021)
હરનાઝના જવાબે જજોનું દિલ જીતી લીધું
સ્પર્ધાના અંતિમ પ્રશ્ન-જવાબનામાં સંધુને પૂછવામાં આવ્યું હતું કે, તે યુવા મહિલાઓને વર્તમાન સમયે જે દબાણ અનુભવી રહી છે તેનો સામનો કરવા માટે તે શું સલાહ આપશે? જવાબમાં તેણે કહ્યું કે, 'હાલના સમયમાં યુવાઓ જે મોટા દબાણનો સામનો કરી રહ્યા છે તે છે તમારી જાતમાં વિશ્વાસ રાખો, જાણો કે તમે અનન્ય છો અને તે જ તમને સુંદર બનાવે છે, તમારી જાતની અન્યો સાથે સરખામણી કરવાનું બંધ કરો અને વિશ્વભરમાં બની રહેલી મહત્વપૂર્ણ બાબતો વિશે વાત કરો. તે તમારે સમજવાની જરૂર છે, બહાર આવો અને તમારા માટે બોલો કારણ કે, તમે તમારા જીવનના નેતા છો, તમે તમારો પોતાનો અવાજ છો, મને મારા પર વિશ્વાસ હતો તેથી જ હું આજે અહીં ઉભી છું.
દેશની ત્રીજી પુત્રીએ ખિતાબ જીત્યો
આ ત્રીજી વખત છે, જ્યારે દેશની દીકરીએ મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યો છે. સૌ પ્રથમ બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી સુષ્મિતા સેને મિસ યુનિવર્સ સ્પર્ધા (1994) જીતી હતી. 6 વર્ષ બાદ અભિનેત્રી લારા દત્તાએ મિસ યુનિવર્સ (2000)નો ખિતાબ જીતીને દેશનું નામ રોશન કર્યું હતું. હરનાઝ દેશની ત્રીજી પુત્રી છે જેણે મિસ યુનિવર્સનો ત્રીજો ખિતાબ ભારતના હાથમાં મૂક્યો છે.
આ પણ વાંચો: 70th Miss Universe 2021: ભારતની હરનાઝ સંધુ બની મિસ યુનિવર્સ, આ સવાલનો જવાબ આપીને જીત્યો ખિતાબ
આ પણ વાંચો: મિસ યુનિવર્સ બનવાની 26મી વર્ષગાંઠે રોહમન શોલે સુસ્મિતા સેનને શુભેચ્છા પાઠવી