મુંબઈ: બોલીવુડ એક્ટર રણદીપ હુડ્ડા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાના જટીલ રોલ માટે જાણીતા છે. હાલમાં રણદિપ સલમાન ખાનની ફિલ્મ રાધેમાં જોવા મળ્યા હતા. આજે તેઓ પોતાનો 45મો જન્મદિવસ મનાવી રહ્યા છે. તેમનો જન્મ 20 ઓગસ્ટ 1976માં હરિયાણાના રોહતકમાં થયો હતો. ફિલ્મોમાં આવતા પહેલા તે મોડલિંગ અને થિએટરમાં અભિનય કરતા હતા.
ભણતર
રણદીપ હુડ્ડાનું શરૂઆતી ભણતર સોનીપતના મોતીલાલ નહેરૂ સ્કુલ ઓફ સ્પોર્ટ્સમાં થયું હતુ. જે બાદ તેમનું એડમિશન દિલ્હીની જાણીતી શાળા ડીપીએસ આરકે પુરમમાં થયું હતું. તેમણે મેલબર્નથી માર્કેટીંગમાં સ્નાતક ડ્રિગી પ્રાપ્ત કરી અને મેનેજમેન્ટ એન્ડ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી. વિદેશમાં ભણતર માટે અને ખર્ચો ઉપાડવા માટે રણદીપે કેટલાય કામો કર્યા છે. તેમણે ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તેમના માટે તે સમય ઘણો મુશ્કેલ હતો. તે પોતાના ખર્ચ માટે ડ્રાઈવરથી લઈને વેટર સુધીના કામ કર્યા છે.
કરીયર
રણદીપ હુડ્ડાને પોતાની પોતાના ફિલ્મી કરીયરની શરૂઆત 2001માં મીરા નાયરની ફિલ્મ " મોનસુન વેડિંગ" થી કરી હતી. મુખ્ય એક્ટર તરીકે રામ ગોપાલ વર્માંની ફિલ્મ D માં દેખાયા હતા. 2010માં આવેલી ફિલ્મ વન્સ અપોન ટાઈમ ફિલ્મ ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ હતી. તેમણે જન્નત-2, સુલ્તાન, સાહેબ બીવી અને ગેંગસ્ટર, રંગરસિયા હાઈવે જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.