- સાઉથના સુપરસ્ટાર અક્કીનેની નાગાર્જુનનો આજે જન્મદિવસ
- નાગાર્જુનન આજે 61 મો જન્મદિવસની કરી રહ્યા ઉજવણી
- વર્ષ 1986 માં, તેણે તેલુગુ ફિલ્મ 'વિક્રમ' થી અભિનયની શરૂઆત કરી
નવી દિલ્હી: સાઉથના સુપરસ્ટાર અક્કીનેની નાગાર્જુને માત્ર સાઉથમાં જ નહીં પરંતુ બોલિવૂડની ફિલ્મોમાં પણ પોતાની એક્ટિંગ સ્કિલ ફેલાવી છે. નાગાર્જુને પોતાની કારકિર્દીમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. આજે નાગાર્જુનનો જન્મદિવસ છે. તેનો જન્મ 29 ઓગસ્ટ 1959 ના રોજ ચેન્નઈમાં થયો હતો. નાગાર્જુન આજે તેનો 61 મો જન્મદિવસ તેના ચાહકો અને પરિવાર સાથે ઉજવી રહ્યા છે. નાગાર્જુને બાળ કલાકાર તરીકેની કારકિર્દીની શરૂઆત ફિલ્મ 'સુદીગુંડલુ' થી કરી હતી. આ પછી, વર્ષ 1986 માં, તેણે તેલુગુ ફિલ્મ 'વિક્રમ' થી અભિનયની શરૂઆત કરી હતી. નાગાર્જુનની આ ફિલ્મ બોલીવુડ ફિલ્મ 'હીરો'ની રિમેક હતી. આ બંને ફિલ્મો સુપરહિટ રહી હતી. તેમના જન્મદિવસ પર નાગાર્જુન સાથે જોડાયેલી ઘણી રસપ્રદ વાતો જાણો.

નાગાર્જુના લગ્ન પ્રથમ લગ્ન 6 વર્ષમાં જ ટૂટી ગયા હતા
અક્કીનેની નાગાર્જુને વર્ષ 1984 માં લક્ષ્મી દગ્ગુબાતી સાથે લગ્ન કર્યા હતા. લક્ષ્મી ફિલ્મ નિર્માતા ડી.રમણાયડુની પુત્રી છે. નાગરાજન અને લક્ષ્મીને નાગા ચૈતન્ય નામનો પુત્ર છે. નાગાર્જુ સાઉથની ફિલ્મોનો હિટ અભિનેતા છે. નાગાર્જુન અને લક્ષ્મીના લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા નહીં અને માત્ર 6 વર્ષ પછી બંનેએ વર્ષ 1990 માં છૂટાછેડા લીધા હતા. આ પછી નાગાર્જુને અભિનેત્રી અમલા અક્કીનેની સાથે લગ્ન કર્યા હતા એને તેનને એક પુત્ર પણ છે અખિલ અક્કીનેની છે જે સાઉથનો અભિનેતા છે.

આ બોલિવૂડ અભિનેત્રી સાથે અફેર હતું
એક સમયે નાગાર્જુન અને બોલિવૂડ અભિનેત્રી તબ્બુનું નામ ચર્ચામાં હતું. તેમના અફેરના સમાચારોની મીડિયામાં ખૂબ ચર્ચા થઈ હતી. એવું કહેવાય છે કે, નાગાર્જુન અને તબ્બુ કામ દરમિયાન એક બીજાની નજીક આવ્યા હતા તે સમયે નાગાર્જુનના લગ્ન થયા હતા. બંને લગભગ 10 વર્ષથી રિલેશનશિપમાં હતા. નાગાર્જુન તબ્બુને પ્રેમ કરતો હતો પરંતુ તે પોતાનું લગ્નજીવન સમાપ્ત કરવા માંગતો ન હતો. તેથી તે તબ્બુ સાથે લગ્ન કરી શક્યો નહીં અને પછી બંને અલગ થઈ ગયા. જો કે, બંનેએ ક્યારેય તેમના સંબંધો વિશે સત્તાવાર નિવેદન આપ્યું નથી.
આ કાર બેડમિન્ટન ખેલાડીને ભેટ તરીકે આપવામાં આવી હતી
નાગાર્જુન અક્કીનેનીએ ગયા વર્ષે પ્રખ્યાત બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુને 73 લાખ રૂપિયાની નવી BMW X5 SUV કાર ભેટમાં આપી હતી. તેની પાછળ સૌથી મોટું કારણ એ હતું કે પીવી સિંધુ BWF વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બેડમિન્ટન ખેલાડી હતી. તેનાથી ખુશ થઈને નાગાર્જુને તેને કાર ભેટમાં આપી હતી. આ કાર્યક્રમ હૈદરાબાદના અન્નપૂર્ણા સ્ટુડિયોમાં યોજાયો હતો.
આ બોલિવૂડ ફિલ્મોમાં કામ થયું
નાગાર્જુને વર્ષ 1990 માં ફિલ્મ 'શિવા'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ પછી તેણે 'ખુદા ગવાહ', 'દ્રોહી', 'મિસ્ટર બેચરા', 'અંગારે', 'ઝખ્મ', 'અગ્નિ વર્ષા' અને 'એલઓસી કારગિલ' જેવી ફિલ્મોમાં કામ કર્યું હતુ. તે જ સમયે, તે ટૂંક સમયમાં તેની આગામી ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં આલિયા ભટ્ટ, રણબીર કપૂર, અમિતાભ બચ્ચન અને મૌની રોય સાથે જોવા મળશે.