ETV Bharat / sitara

અભિનેતા ગોવિંદા કોરોના નેગેટિવ, અનોખા અંદાજમાં વીડિયો શેર કરી આપી માહિતી - અક્ષય કુમાર

અભિનેતા ગોવિંદાએ પોતાના અનોખા અંદાજમાં એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં તેણે કહ્યું કે, તે કોરોનાના સંક્રમણથી મુક્ત થયા છે. સંપૂર્ણ સમાચાર વાંચો...

govinda
govinda
author img

By

Published : Apr 9, 2021, 8:29 AM IST

Updated : Apr 9, 2021, 1:27 PM IST

  • અભિનેતા ગોવિંદાનો કોરોના રિપોર્ટ નેગેટિવ
  • ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરી આપી માહિતી
  • બોલીવુડના અનેક કલાકારો આવી ગયા છે કોરોનાના સકંજામાં

મુંબઈ: અભિનેતા ગોવિંદાએ ગુરુવારના રોજ પોતાના અનોખા અંદાજમાં એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેઓએ કહ્યું કે, તેઓ કોરોનાના સંક્રમણથી મુક્ત થયા છે.

અભિનેતાએ ઇન્સટાગ્રામમાં બૂમરેંગ વીડિયો શેર કર્યો

57 વર્ષના અભિનેતાએ ઇન્સટાગ્રામમાં એક બૂમરેંગ વીડિયો શેર કર્યો, જેમાં તેઓ એક રૂમનો દરવાજો ખોલીને ચાલી રહ્યા છે. ક્લિપ પરથી ખબર પડે છે કે, તેઓએ લાલ અને કાળા રંગનું સફેદ ટી-શર્ટ પહેર્યું છે, જેને સફેદ પેન્ટ અને સિગ્નેચરવાળા શેડ્સ સાથે ટીમ અપ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: અભિનેતા ગોવિંદા કોરોના પોઝિટિવ

ગોવિંદાના અનોખા અંદાજ પર ફેન્સે વરસાવ્યો પ્રેમ

તેઓએ વીડિયોમાં લખ્યું કે, 'અપુન આ ગઈલા હે' તો ગોવિંદાનો આ અંદાજ જોઈને તેમના ફેન્સે તેમના પર પ્રેમ વરસાવ્યો હતો તેમજ સુરક્ષિત રહેવા માટે કહ્યું હતું.

અભિનેતા રવિવારના રોજ થયાં હતા કોરોના પોઝિટિવ

રવિવારના રોજ ગોવિંદા કોરોના પોઝિટિવ થયા હતા તો તેની પત્ની સુનીતા પણ તાજેતરમાં કોરોનાથી સંક્રમિત થઈ હતી.

આ પણ વાંચો: બોલીવુડ અભિનેત્રી કેટરીના કૈફ કોરોના પોઝિટિવ

ગોવિંદાની પત્ની સુનીતા આહુજાએ આપી માહિતી

અભિનેતા ગોવિંદાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. આ અંગેની માહિતી ગોવિંદાની પત્ની સુનીતા આહુજાએ આપી હતી. ગોવિંદામાં કોરોનાના આંશિક લક્ષણ દેખાતા હતા. તેમનો રિપોર્ટ કરાવ્યો તો તેઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા. જોકે, સુનીતા આહુજાએ જણાવ્યું કે, ચિંતાની કોઈ વાત નથી. હાલમાં ગોવિંદા હોમ ક્વોરન્ટાઈન છે.

અક્ષય કુમાર પણ આવ્યા કોરોના પોઝિટિવ

ગોવિંદા ફિલ્મી પડદા પર છેલ્લે વર્ષ 2019માં 'રંગીલા રાજા' ફિલ્મમાં દેખાયા હતા. આ પહેલા સુપરસ્ટાર અક્ષય કુમાર અને બંદિશ બેંડિટ્સના કલાકાર ઋત્વિક ભૌમિક પણ કોરોના સંક્રમિત થયા હતા. ઉલ્લેખનીય છે કે, શનિવારે મુંબઈમાં કોરોનાના 9,108 નવા કેસ નોંધાયા હતા, જે દૈનિક કેસમાં અત્યાર સુધીના સૌથી વધુ છે.

બોલીવુડ અભિનેત્રી કેટરીના કૈફનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

બોલીવુડ અભિનેત્રી કેટરીના કૈફનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ અંગેની જાણકારી કેટરીનાએ સોશિયલ મીડિયા પર આપી હતી. કેટરીનાએ કહ્યું કે, મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે એટલે મેં પોતાને આઈસોલેટ કરી છે. હું હોમ ક્વોરન્ટાઈન રહીશ.

Last Updated : Apr 9, 2021, 1:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.