ETV Bharat / sitara

ગોવિંદાએ શરૂ કરી YouTube ચેનલ, હવે તમે ગોવિદાએ ગાયેલા ગીત જોઈ શકશો - વેલેન્ટાઇન ડે

બોલિવૂડ અભિનેતા ગોવિંદા હંમેશા ખાસ અને અનોખા અંદાજમાં પોતાના ચાહકોને મનોરંજન કરાવતો આવ્યો છે. આ વખતે તેણે ચાહકોને મનોરંજન કરાવવા માટે પોતાની એક YouTube ચેનલ શરૂ કરી છે. જેનું નામ પોતાના નામ પર 'ગોવિંદા નંબર-1' રાખ્યું છે.

ગોવિંદાએ શરૂ કર્યું પોતાનું યુટ્યુબ ચેનલ

author img

By

Published : Feb 15, 2020, 8:41 AM IST

મુંબઈઃ પોતાના અલગ અંદાજમાં બધાને હસાવા માટે બોલિવૂડ અભિનેતા ગોવિંદાએ પોતાનું ટિકટોક શરૂ કર્યા પછી ચાહકો માટે નવી યુટ્યુબ ચેનલ શરૂ કરી છે. 14 ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઇન ડે નિમિત્તે અભિનેતાએ 'ગોવિંદા નંબર-1' નામની પોતાની યુટ્યુબ ચેનલ શરૂ કરી છે. જેથી તેના ચાહકો જોડાયેલા રહી શકે અને મનોરંજન કરી શકે.

આ અગાઉ પણ ટિકટોક પર અભિનેતાએ જાહેરાત કરી હતી કે, તે ટિકટોક પર એક ચેલેન્જ કરશે, જેમાં તે ચાહકોને ગીતો પર નાચવા માટે કહેશે. ગીતના વીડિયોના શૂટિંગ દરમિયાન તે શ્રેષ્ઠ સ્ટેપ્સની નકલ કરશે. ગોવિંદાએ કહ્યું કે, દરેક વખતે મેં ખાતરી કરી છે કે હું મારા ચાહકોનું મનોરંજન કરાવું છું, જેમણે મને પ્રેમ અને આશીર્વાદથી સન્માનિત કર્યો છેે, એટલા માટે સોશિયલ મીડિયા આનો સૌથી શ્રેષ્ઠ રસ્તો છે.

ગોવિંદાની યુટ્યુબ ચેનલ પર પહેલું ગીત 'ચલના રોમાંસ કરે' અને બીજું ગીત 'તું મેરી ડ્રીમ કમ ટ્રું' જે અભિનેતાના ચાહકોને ગમશે અને ગોવિંદા સ્ટાઇલમાં વેલેન્ટાઇન ડેની પળોને ઉજવવામાં તમને મદદ કરશે. સુપરસ્ટાર ગોવિંદા હંમેશા લોકોના મનોરંજનની એક ખાસ અને અનોખી રીત ધરાવે છે.

કામની વાત કરવામાં આવે તો ગોવિંદા છેલ્લા ઘણા સમયથી રૂપેરી પડદાથી દૂર છે. ગયા વર્ષે રિલીઝ થયેલી રંગીલા રાજામાં તે છેલ્લીવાર જોવા મળ્યો હતો. ગોવિંદા સિવાય આલિયા ભટ્ટ, કાર્તિક આર્યન અને જેકલીન ફર્નાડિઝ જેવા કલાકારો પણ યુટ્યુબ પર છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.