ETV Bharat / sitara

Exclusive: ગીતા રબારીએ સંજય દત્ત સાથેની તસવીરો કરી શેર, ભૂજઃ ધી પ્રાઈડ ઓફ ઈન્ડિયામાં ગાયું ગીત - સોનાક્ષી સિંહા

કામણગારા કંઠના માલિક એવા કચ્છી ગીતાબહેન રબારીએ સંજય દત્ત સાથેના ફોટા તેમના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. ભૂજ: ધી પ્રાઈડ ઓફ ઈન્ડિયા ફિલ્મ આવી રહી છે, તેનું ટ્રેલર 12 જૂલાઈએ લોન્ચ થયું છે, તેને ટાંકીને ગીતાબહેન રબારીએ આ પોસ્ટ મુકી છે.

ગીતા રબારી
ગીતા રબારી
author img

By

Published : Jul 12, 2021, 8:40 PM IST

  • ગીતા રબારીએ સંજય દત્ત સાથેની તસવીરો શેર કરી
  • ભૂજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા મુવી અંગે કરી પોસ્ટ
  • ગીતા રબારીએ ગીત ગાયું હોવાનું જાણવા મળ્યું

ન્યૂઝ ડેસ્ક (Bollywood News): ગુજરાતનું ગૌરવ એવા લોકગાયિકા ગીતાબહેન રબારી (Geetaben Rabari) એ ભૂજ: ધી પ્રાઈડ ઓફ ઈન્ડિયા (Film Bhuj)માં ગીત ગાયું હોવાનું સત્તાવાર સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. જો કે, ગીતાબહેન રબારીએ ઈન્સ્ટાગ્રામમાં આ અંગે કોઈ ઉલ્લેખ કર્યો નથી. પણ તેમણે સંજય દત્ત (Sanjay Dutt) સાથેના બે ફોટો શેર કર્યા છે. જેમાં સંજય દત્તે જે કપડા ભૂજ ધી પ્રાઈડ ઓફ ઈન્ડિયામાં પહેર્યા છે, તે જ લુકમાં જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો: Celebrity Controversy: લોકગાયિકા ગીતા રબારીને ઘરે જઈ રસી અપાતા સર્જાયો વિવાદ

ભૂજઃ ધી પ્રાઈડ ઓફ ઈન્ડિયા વિષે મુકી પોસ્ટ

ગીતાબહેન રબારીએ સંજય દત્ત સાથેના ફોટા પોસ્ટ કર્યા, તેની સાથે તેમણે એવું લખ્યું છે કે, જ્યારે બહાદૂરી તમારુ બખ્તર બની જાય છે, ત્યારે દરેક પગલું તમને વિજય તરફ લઈ જાય છે. અત્યાર સુધીની લડાયેલી સૌથી મોટી લડત છે. ભૂજ: ધી પ્રાઈડ ઓફ ઈન્ડિયા ફિલ્મમાં અત્યાર સુધી વણકહેલી સ્ટોરી છે.

આ પણ વાંચો: પોરબંદર સાંસદના સંપર્કમાં આવેલા કચ્છી કોયલ ગીતાબેન રબારી સેલ્ફ કવોરેન્ટાઈન થયા

અજય દેવગન અને સોનાક્ષી સિંહા લીડ રોલમાં

ભૂજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયામાં બૉલીવૂડ સ્ટાર અજય દેવગન (Ajay Devgan), સંજય દત્ત (Sanjay Dutt) અને સોનાક્ષી સિંહા (Sonakshi Sinha) ભૂમિકા ભજવી રહ્યા છે. 12 જૂલાઈએ આ ફિલ્મનું ટ્રેલર રીલીઝ થયું છે, જે ટ્રેલરમાં દેશભક્તિના સંવાદો છે અને જબરજસ્ત એક્શન અને ફાઈટર પ્લેનના દ્રશ્યો ફિલ્માવાયા છે. આ ફિલ્મમાં અજય દેવગનના દમદાર અવાજમાં ડાયલોગ્સ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.