હૈદરાબાદ: આલિયા ભટ્ટની આગામી ફિલ્મ (Alia Bhatt Upcoming Movies) 'ગંગૂબાઈ કાઠિયાવાડી'ના ટ્રેલરે (Gangubai Kathiyawadi Trailer) રિલીઝની સાથે જ હંગામો મચાવી દીધો હતો. ટ્રેલરમાં આલિયાના લુક અને એક્ટિંગે લોકોમાં ફિલ્મ જોવા માટે ઉત્સુકતા પેદા કરી છે, ત્યારે આજે ફિલ્મનું પ્રથમ ગીત (Gangubai Kathiyawadi Song) 'ઢોલીડા'નું પહેલું ગીત રિલીઝ થયું છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ગીતમાં સુર જ્હાનવી શ્રીમાંકર અને શેલ હાડાના
આ ગીતમાં આલિયા ભટ્ટ ગરબા કરતા જોવા મળી રહી છે. આ પહેલા 9 ફેબ્રુઆરીએ આ ગીતનું ટીઝર બહાર આવ્યું હતું. જણાવીએ કે, આ ગીતને કમ્પોઝ કુમારે કર્યું છે. આ ગીતમાં સુર જ્હાનવી શ્રીમાંકર અને શેલ હાડાના છે. આ ગીતને કૃતિ મહેશે કોરિયોગ્રાફ કર્યું છે તેમજ ફિલ્મમાં સંગીત સંજય લીલા ભણસાલીનું છે.
અજય દેવગણ એક જ પણ જબરદસ્ત સીનમાં જોવા મળશે
આ પહેલા 4 ફેબ્રુઆરીએ 'ગંગૂબાઈ કાઠિયાવાડીનું' ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ટ્રેલરે તો આગ લગાવી દીધી હતી. ટ્રેલરમાં આલિયા ભટ્ટે જ વધારો જોવા મળી રહી છે અને અજય દેવગણ એક જ પણ જબરદસ્ત સીનમાં જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: ભૂમિ પેડનેકર 'બધાઈ દો'ના તેના પાત્રને લઈને બોલી
ટ્રેલરને 24 કલાકમાં જ કરોડો વ્યુઝ
આલિયાના ફેન્સ ગંગૂબાઈના પાત્રની દિલ ખોલીને પ્રશંસા કરી રહ્યાં છે. ટ્રેલરને 24 કલાકમાં જ કરોડો વ્યુઝ મળી ગયા હતા. આ બાદ આલિયાએ આટલા પ્રેમ બદલ ચાહકોનો આભાર માન્યો હતો.
આલિયાએ ચાહકોનો આભાર માનતા લખ્યું..
આલિયા ભટ્ટે તેના ઇન્સ્ટાગ્રામ (Alia Bhatt Instagram Acccount) પર ફિલ્મ 'ગંગૂબાઈ કાઠિયાવાડી'ની અનસીન તસવીર શેર કરીને ચાહકોનો આભાર માનતા લખ્યું, 'ચાંદ પે ચાર ચાંદ લગા દિયે આપકે પ્યાર ને'.
જાણો ફિલ્મ ક્યારે મચાવશે ધૂમ
આ સાથે જ સંજય લીલા ભણસાલી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં અજય દેવગણ પણ મહત્વના રોલમાં જોવા મળશે. 'ગંગૂબાઈ કાઠિયાવાડી' 25 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ (Gangubai Kathiyawadi Release Date) થવા જઈ રહી છે.
આ પણ વાંચો: Film Gehraiyaan Release Date: ફિલ્મ ગહરાઇયાંને A પ્રમાણપત્ર સાથે લીલી ઝંડી મળી ગઇ