- સોહા અલીએ પોસ્ટ કર્યો પતિ કુણાલ ખેમૂનો મજેદાર વીડિયો
- સોશિયલ મીડિયા પર લોકો કરી રહ્યાં છે પસંદ
- ગરમાગરમ પાઉંભાજી ખાતાં કુણાલનું મોં બળી ગયું
સોહા અલી ખાન બોલીવૂડની એવી અભિનેત્રીઓમાંની એક છે જે સોશિયલ મીડિયા પર સૌથી વધુ એક્ટિવ રહે છે અને ઘણીવાર તેમની પોસ્ટ ફેન્સ સાથે શેર કરે છે. સોહા મોટાભાગે પુત્રી ઇનાયા અને પતિ કુણાલ ખેમુના વીડિયો ( Viral video ) અને તસવીરો શેર કરતી જોવા મળે છે. સોહાએ હવે ફરી એકવાર પતિ કુણાલ ખેમુનો વીડિયો શેર કર્યો છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યાં છે. ( Viral video ) આ વીડિયોમાં કુણાલ ખેમુ સવારના નાસ્તામાં પાઉંભાજીની મજા લેતાં જોઇ શકાય છે.
'બ્રેકફાસ્ટ ઓફ ચેમ્પિયન ??'
Viral video માં જોઈ શકાય છે કે જ્યારે કૃણાલ ખેમુ પાંઉભાજીનો ગરમાગરમ એવો પહેલો કોળિયો લે છે ત્યારે તો તેનું મોં દાઝી જાય છે,. મોં દાઝતાં ખેમૂએ જે ફેસ એક્સપ્રેશન આપે છે તે ખૂબ સુંદર લાગી રહ્યાં છે. આ ( Viral video ) વીડિયોને શેર કરતાં સોહાએ કેપ્શન લખ્યું છેઃ 'બ્રેકફાસ્ટ ઓફ ચેમ્પિયન ??' થોડા સમય પહેલાં જ શેર કરેલા આ વીડિયોને 1 લાખથી વધુ લાઈક્સ મળી છે. લોકો આ વીડિઓ ( Viral video ) જોઇને રમૂજી ટિપ્પણીઓ પણ કરી રહ્યાં છે. વીડિયો પર ટિપ્પણી કરતાં એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું, 'અભિવ્યક્તિ અમૂલ્ય છે'. તો ત્યાં બીજા યુઝર્સે લખ્યું, 'ચેમ્પિયન્સ માટે ચોક્કસ જ ઉત્તમ નાસ્તો'- " class="align-text-top noRightClick twitterSection" data="
">
- " class="align-text-top noRightClick twitterSection" data="
આ પણ વાંચોઃ સોહા અલી ખાનના ટ્ટીટનો પ્રભાવ, અમદાવાદની ગુમ થયેલ યુવતીના CCTV ફુટેજ આવ્યા સામે
સોહાના બગીચાનો પિક પણ યુઝર્સને આવ્યો હતો પસંદ
આ પહેલાં સોહાએ પોતાનો એક પિક શેર કર્યો હતો. જેમાં તે તેના બગીચામાં જોવા મળી હતી. પિક શેર કરતાં સોહાએ લખ્યું હતું, 'સંપૂર્ણ તૈયાર છે, પરંતુ વધવા માટે કોઈ જગ્યા નથી'. આ સાથે, તેમણે #gardenlove નું હેશટેગ પણ આપ્યું હતું. સોહાની આ પિક પણ તેના ચાહકોને ખૂબ પસંદ આવી હતી.
આ પણ વાંચોઃ એક જ ફ્રેમમાં જોવા મળ્યા કુણાલ અને કરીના, અભિનેતાએ આપ્યો મજેદાર કેપ્શન