ETV Bharat / sitara

ટિકટોક બેન પર શું છે સેલેબ્સની પ્રતિક્રિયા? - funny memes

ટિકટોક એપ પર ભારત સરકાર દ્વારા પ્રતિબંધ મુકાતા જ સોશિયલ મીડિયા યુઝર્સ અલગ અલગ મિમ્સ બનાવી એપ વાપરનારા લોકોની મજાક ઉડાવી રહ્યા છે. ત્યારે અમુક બોલિવૂડ સેલિબ્રિટીઝ દ્વારા પણ આ મુદ્દે પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે.

ટિકટોક બેન પર શું છે સેલેબ્સની પ્રતિક્રિયા?

author img

By

Published : Jun 30, 2020, 5:40 PM IST

મુંબઈ: ચીન સાથે ચાલી રહેલા મતભેદોને કારણે ભારત સરકાર દ્વારા 59 ચીની એપ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેમાં ખૂબ જ લોકપ્રિય એવી ટિકટોક એપ પણ સામેલ છે. આથી સોશિયલ મીડિયા પર લોકો આ પ્રતિબંધને લઈને ટિકટોક યુઝર્સની મજાક ઉડાવી રહ્યા છે.

ટિકટોક એપ સામાન્ય લોકોની સાથે સેલેબ્રિટીઝમાં પણ ખાસ્સી લોકપ્રિય હતી. ટીવી સ્ટાર્સ ઉપરાંત અનેક બોલિવૂડ સેલેબ્સ પણ પોતાના ટિકટોક વીડિયો સોશીયલ મીડિયા પર અપલોડ કરતા હતા.

આ સેલેબ્સમાં રિતેશ દેશમુખ, શિલ્પા શેટ્ટી, શાહિદ કપૂર, માધુરી દિક્ષિત, સિદ્ધાર્થ મલ્હોત્રા, કપિલ શર્મા, દિશા પાટની, યામી ગૌતમ, વિદ્યુત જામવાલ સહિત ઘણા સેલેબ્સ સમાવેશ થાય છે. ઘણા સેલેબ્સ દ્વારા પ્રતિબંધને લઈને ખુશી વ્યક્ત કરવામાં આવી છે.

અભિનેત્રી અમૃતા રાવે લખ્યું, “આ નિર્ણય દેશ માટે યોગ્ય છે. આનાથી સોશિયલ મીડિયાના વ્યસની બનેલા લોકોને આઝાદી મળશે. મેં પહેલા જ ટિકટોક એપ મારા ફોનમાંથી ડિલીટ કરી નાખી હતી.”

ટીવી અભિનેતા કુશાલ ટંડને ઇમોજી દ્વારા ખુશી વ્યક્ત કરી.

તો નિયા શર્મા એ જણાવ્યું હતું કે આ એપ પર પ્રતિબંધ મૂકવા બદલ આભાર. ટિકટોક નામના આ વાઇરસને દેશમાં ક્યારેય આવવા ન દેતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.